ઉત્તરપ્રદેશના લખનૌમાં હિંદુ નેતા કમલેશ તિવારીની હત્યાનું પગેરું સુરતમાં નીકળ્યું છે. ત્યારે ઉત્તરપ્રદેશ પોલીસની એક ટીમ તપાસ માટે સુરતમાં આવી છે. યુપી પોલીસે ધરતી નમકીન એન્ડ સ્વીટ નામની દુકાનમાં પહોંચીને પૂછપરછ કરી અને સીસીટીવી ફૂટેજની તપાસ કરી. મહત્વનું છે કે ઝડપાયેલા આરોપીઓ રશીદ અને તેના સાગરીતે ધરતી ફરસાણમાંથી ઘારી ખરીદી હતી. અને તે બોક્સમાં હથિયારો મુકીને લખનૌ ગયા હતાં.
જ્યાં કમલેશ તિવારીની હત્યા કરી હોવાનો આરોપ છે. ગુજરાત એટીએસએ રાશીદ સહિત ત્રણ આરોપીઓની સુરતથી ધરપકડ કરી છે. તો બે આરોપી અશફાક શેખ અને ફરીજ મોઈનુદ્દીન પઠાણ ફરાર છે.. જેમની શોધખોળ ચાલી રહી છે. ત્યારે યુપી પોલીસે પણ સુરતમાં તપાસ હાથ ધરી છે.