મહા વાવાઝોડાની અસરના કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે. એપીએમસી સાથે સંકળાયેલા અગ્રણીઓના જણાવ્યાનુસાર, પાછલા અઠવાડિયા દરમિયાન શુક્ર અને શનિવાર દરમિયાન વરસેલા વધુ પડતાં વરસાદથી શાકભાજીના જથ્થાને મોટું નુકશાન થયું છે. જેમાંયે ખાસ કરીને મહારાષ્ટ્ર અને અમદાવાદ એપીએમસીમાંથી આવતા શાકભાજીના જથ્થાને અસર થતાં સ્થાનિક એપીએમસીમાં આવેલા માલમાં શોર્ટિગ કરવામાં પણ અગવડતા પડી છે. જેના કારણે હોલસેલની સાથે રિટેઈલમાં પણ વેચાતા શાકભાજીની ક્વોલિટી પ્રમાણે કિંમત વધી છે. જોકે, લીંબુ, શક્કરીયા, રતાળું, કોબીજ, ફ્લાવર સહિતના કેટલાક શાકભાજીની કિંમત ઘટી પણ ગઈ છે. જે સામાન્ય રીતે વપરાશમાં આવતા એવા બટાકા, કાંદા, ભીંડા, રીંગણ સહિતના ભાવમાં કિલો દીઠ 10 થી 15 રૂ. સુધીનો વધારો નોંધાયો છે. જ્યારે પાપડી, તુવેરસિંગ, સરગવાનીસિંગ, વટાણાસિંગની કિલો દીઠ કિંમતમાં રૂ.30 થી 35નો વધારો નોંધાયો છે.એપીએમસીના સેક્રેટરી નિલેશ થોરાટના જણાવ્યાનુસાર, શાકભાજીનો જથ્થો ઓછો આવવાની સાથે વરસાદના કારણે કેટલોક જથ્થો બગડ્યો પણ છે. જેના કારણે શાકભાજીની કિંમતને અસર થઈ છે.
15 દી’ માં શાકભાજીની કિંમતમાં થયેલો વધારો
શાકભાજી | 21 ઓક્ટોબરે | 5 નવેમ્બરે |
બટાકા | 10-16 | 12-22 |
સૂરણ | 13-18 | 15-20 |
કાંદા | 18-34 | 30-60 |
ટામેટા | 15-35 | 12-40 |
રીંગણ | 12-38 | 13-40 |
ભીંડા | 10-20 | 15-30 |
ફણસી | 20-40 | 26-35 |
વાલોડ | 15-20 | 15-30 |
પાપડી | 30-80 | 30-100 |
તુવેરસિંગ | 35-65 | 30-100 |
સરગવાસિંગ | 25-50 | 75-90 |
કાકડી | 10-15 | 10-20 |
વટાણાસિંગ | 50-100 | 70-120 |
ગલકા | 10-22 | 20-40 |
મકાઈ | 10-18 | 10-25 |
મગફળી | 30-40 | 30-48 |