સુરત શહેરમાં (Surat City) શનિવારે સમગ્ર રાત્રિ દરમ્યાન ભારે વરસાદ ઝીંકાયો હતો. મોડી રાત સુધીમાં લગભગ દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે સવારે 6 વાગ્યાથી સાંજ સુધીમાં 2 થી 2.5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે જિલ્લામાં (District) પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે તાપી નદીની સપાટીમાં વધારો થયો છે. આ તરફ ઉકાઈ ડેમમાંથી (Ukai Dam) પણ 1,09,446 ક્યૂસેક પાણી છોડાતા તાપી નદી બંને કાઠે ભરપૂર વહી રહી છે. જેના પગલે તાપી નદી તટના વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. તટ વિસ્તાર તેમજ નીચાણવાળા વિસ્તારોને સલામત સ્થળે ખસી જવા જણાવાયું છે. ઉપરવાસમાં ફરી ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહી રહી છે. જેથી તંત્ર દ્વારા નદી તટના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ સાથે શહેરના નીચાણવાળા વિસ્તોરોને પણ એલર્ટ કરાયા છે. તંત્ર દ્વારા કહેવાયું છે કે, સુરત શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા રહેલી હોય ખાસ તકેદારી રાખવા વિનંતી કરાઈ છે.
ઉકાઈ ડેમની સપાટી હાલ 332.45 ફૂટ છે. જ્યારે રૂલ લેવલ 335 અને હાઈએસ્ટ સપાટી 345 ફૂટ છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાં હાલ 1,09,446 ક્યૂસેક પાણી ઈનફ્લો છે. સપાટી જાળવી રાખવા માટે એટલો આઉટફ્લો રાખવામાં આવ્યો છે. ઉકાઈ ડેમમાંથી 1 લાખ ક્યૂસેકથી વધુ પાણી છોડવામાં આવતા તાપી નદીની સપાટીમાં વધારો થયો છે. હાલ તાપી નદી બે કાંઠે વહી રહી છે.
જણાવી દઈએ કે સુરતમાં વરસાદની જોરદાર બેટિંગને પગલે ગત રોજ સવારે 6થી આજે સવારે 6 લાગ્યા સુધીમાં સુરત શહેરમાં 3.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે રવિવારે સવારે 6 વાગ્યાથી સાંજ સુધીમાં વધુ 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે જિલ્લાના તાલુકાઓમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે તાપી નદીની સપાટીમાં વધારો થયો છે. કોઝવે ખાતે તાપી નદીની સપાટી 8.60 મીટર છે. આ સાથે ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. જેથી ડેમમાંથી પણ સતત પાણી છોડવામાં આવતા તાપી નદીનું જળસ્તર વધ્યું છે.