સુપ્રીમ કોર્ટે ફિલ્મ પદ્માવતની રિલીઝ માટે મંજૂરી આપી દીધી છે. હવે આ ફિલ્મ 25 જાન્યુઆરીએ આખા દેશમાં રિલીઝ થશે. સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી ફિલ્મ વિવાદ સાથે જોડાયેલા પક્ષો દ્વારા વિવિધ રિએક્શન આવી રહ્યા છે. ગુજરાત સહિત ચાર રાજ્યોના મુખ્યમંત્રી દ્વારા ફિલ્મ ઉપર બેન મુકવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ગુજરાત ના મુખ્યમંત્રી દ્વારા આ અંગે નિવેદન આપવામાં આવ્યું છે.
સુરતના સરસાણા કન્વેશન સેન્ટર ખાતે ચેમ્બર ઓફ કોમર્સના ઉદ્યોગ 2018માં હાજરી આપ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી.મીડિયા સાથેની વાતચીત દરમ્યાન તેમણે ફિલ્મ પદ્માવત પર નિવેદન પણ આપ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટના ચુકાદાનો અભ્યાસ કરીશું સરકારે પહેલા જ ફિલ્મ પદ્માવતી પર બેન લગાવ્યો હતો.