સુરતમાંં ગેરકાયદે બાંઘકામો કરાવી રહેલા બિલ્ડરોને સંભાળવા માટે જાણે સેન્ટ્રલ ઝોનમાંં ફરજ બજાવવા મનપા કમિશનરે પરમારની બદલી કરી વોર્ડ નંં. 11-12માં ફરજ પર મુકી દીધેલો હોય તેમ થતી કામગીરી જોતા લીગી રહ્યુ છે. હવે વાત કરીએ બિલ્ડર કાઝીની બાંધકામની મજબુતાઇ તપાસવા અને કરાઇ રહેલા ગેરકાયદે બાંધકામોની તપાસ કરવા મનપા કમિશનરને આમંત્રણ અપાયું હોવાનું અરજદાર દ્રારા જાણવા મળેલ છે. કાઝી બિલ્ડરને પીઠબળ આપતા રાજકારણીઓ દ્રારા ગેરકાયદે બાંધકામો કરાવવા પાછળ ફક્ત સેટીંગ ડોટ કોમ સિવાય બીજું કાંઇ નથી. ગેરકાયદે બાંધકામો કરનાર બિલ્ડરને લાખો રૂપિયામાં સામાન્ય વિયક્તિઓને ફ્લેટો વેચી પોતે તો કરોડપતી થઇ ગયો પણ તેની બાંધકામની મજબુતાઇ જોતા લાગે છે કે આ બાંધકામમાં રહેતા વ્યક્તિઓ ક્યારેક પણ રોડપતી થઇ જાય તેમ લાગી રહ્યુ છે. થોડાક મહિનાઓ પહેલા બનેલા બાંધકામોમાં હાલથી જ પાણી પડવાની સમસ્યાઓ ઉઠવા પામી છે. પાર્કિંગની જગ્યામાં દુકાનો બનાવી કાઝીએ લાખો રૂપિયામાં દુકાનો વેચી પોતે તો કરોડપતી થઇ ગયો પણ જ્યારે મનપા કમિશનર દ્રારા આ ગેરકાયદે બાંધકામો અને ગેરકાયદે બનેલી દુકાાનો સામે પગલા લેવાશે તો દુકાનદારો પણ ફૂટપાથ પર આવી જશે તેવી નોબત આવે તેમ છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.