Surya Gochar 2025: વૃષભ, મકર અને ધનુ રાશિ માટે શું અસર થશે
Surya Gochar 2025: આજે સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરશે. સામાન્ય રીતે જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યનો કર્ક રાશિમાં પ્રવેશ કરવો શુભ માનવામાં આવતો નથી, કારણ કે આથી જલ તત્વ અને અગ્નિ તત્વ વચ્ચે સંઘર્ષ સર્જાય છે.
જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર, કર્ક રાશીમાં સૂર્યનો પ્રવેશ સામાન્ય રીતે શુભ માનવામાં આવતો નથી. તેનુ મુખ્ય કારણ એ છે કે સૂર્ય પ્રતિષ્ઠા, માન-સન્માન, આત્મા, નેતૃત્વ ક્ષમતા અને પિતા જેવા તત્વોનો પ્રતીક છે. ઉપરાંત, સૂર્ય આગ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે.
જ્યારે કર્ક રાશિના સ્વામી ચંદ્રમા છે, જે માતા, શીતળતા, મન અને ભાવનાઓના પ્રતિક છે. ચંદ્રમા જળ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. આવી સ્થિતિમાં, જ્યારે સૂર્ય અને ચંદ્રમાની રાશિ એક સાથે હોય છે, ત્યારે ઊર્જામાં અસંતુલન સર્જાય શકે છે, જે રાશિઓ પર નકારાત્મક અસર કરતી હોય છે. એટલે સૂર્યના કર્ક રાશિમાં ગોચર વખતે કેટલીક રાશિઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
- વૃષભ રાશિ – સૂર્ય જ્યારે તમારી રાશિના ત્રીજા ભાવે ગોચર કરે છે, ત્યારે ગૃહજીવનમાં કેટલીક સમસ્યાઓ સર્જાઇ શકે છે. પરિવારના સભ્યો સાથે કોઈ વિષયને લઈને મતભેદ થવાની સંભાવના રહે છે, તેથી આ સમયે સાવધાનીથી વર્તન કરવું જરૂરી છે.
- ધનુ રાશિ – સૂર્ય તમારી રાશિના આઠમા ભાવે ગોચર કરીને મુશ્કેલીઓ પેદા કરી શકે છે. આ સમયમાં કોઈ પર પણ વિશ્વાસ કરવા પહેલા સાવચેતીપૂર્વક વિચારવું અને દરેક પગલે સાવચેત રહેવું જરૂરી છે. ખાસ કરીને આર્થિક મામલાઓમાં લેવડદેવડ કરતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે. તંદુરસ્તીનું પણ ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.
- મકર રાશિ – સૂર્ય તમારી રાશિના સાતમા ભાવે ગોચર કરતી વખતે વૈવાહિક જીવન પર નકારાત્મક પ્રભાવ પડે છે. જીવનસાથી સાથે મતભેદ થવાની શક્યતા રહે છે, પરંતુ ધ્યાન રાખો કે મતભેદ મનભેદમાં ફેરવાઈ ન જાય. લગ્નિત લોકો આ સમયગાળામાં પોતાના સંબંધો પ્રત્યે સંવેદનશીલ રહેવા અને કુટુંબના મામલાઓમાં સમજદારીથી કામ લેવા તત્પર રહેવા જોઈએ.
