ભારત વિરુદ્ધના અપમાન બાદ મોહસીન નકવીની ખેર નહીં: ટ્રોફી ન આપવી ACC ચેરમેનને પડશે મોંઘી, BCCI લેશે કડક પગલું
એશિયા કપ ૨૦૨૫ની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવીને ટાઇટલ જીત્યા બાદ રાજકીય વિવાદ સર્જાયો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના ચેરમેન અને પાકિસ્તાની મંત્રી મોહસીન નકવી વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ટીમ ઈન્ડિયાએ નકવી પાસેથી ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યા બાદ, નિરાશ થયેલા નકવીએ ટ્રોફી અને મેડલ પોતાની સાથે જ લઈ જતાં ભારતીય ક્રિકેટ બોર્ડ લાલઘૂમ થયું છે.
BCCIના સચિવ દેવજીત સૈકિયાએ આ સમગ્ર ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી છે અને સ્પષ્ટ કર્યું છે કે ACC ચેરમેન મોહસીન નકવી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ટ્રોફી ન આપવાનો નિર્ણય મોહસીન નકવીને ભારે પડશે
એશિયા કપ ૨૦૨૫ની ફાઇનલ જીત્યા બાદ જ્યારે ટીમ ઇન્ડિયા ટ્રોફી સ્વીકારવા માટે પોડિયમ પર પહોંચી, ત્યારે ખેલાડીઓએ પાકિસ્તાનના રાજકીય નેતા અને ACCના ચેરમેન મોહસીન નકવીના હાથે ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. આ નિર્ણય રાજકીય તણાવ અને પાકિસ્તાન દ્વારા આતંકવાદને પ્રોત્સાહન આપવાના મુદ્દાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હતો.
સામાન્ય રીતે, આવી સ્થિતિમાં ACCના ચેરમેને તેમના સ્થાને અન્ય કોઈ સભ્યને વિજેતા ટીમને ટ્રોફી અને મેડલ પ્રસ્તુત કરવા દેવા જોઈએ, પરંતુ મોહસીન નકવીએ તેમ ન કર્યું. સૂત્રો મુજબ, પાકિસ્તાનની હારથી નિરાશ થઈને નકવી ટ્રોફી અને મેડલ પોતાની સાથે જ લઈ ગયા હતા, જેના કારણે ટીમ ઈન્ડિયા પાસે હાલમાં ટ્રોફી નથી.
BCCI સચિવ દેવજીત સૈકિયાની કડક પ્રતિક્રિયા
BCCIના સચિવ દેવજીત સૈકિયાએ ANI સાથે વાત કરતાં મોહસીન નકવીના આ વર્તન સામે સખત નારાજગી વ્યક્ત કરી હતી.
સૈકિયાએ સ્પષ્ટતા કરતા કહ્યું, “અમે ACC ચેરમેન પાસેથી એશિયા કપ ટ્રોફી સ્વીકારવાનો નિર્ણય લીધો ન હતો કારણ કે તે પાકિસ્તાનના મુખ્ય નેતાઓમાંના એક છે. આ કારણોસર, અમે તેમની પાસેથી ટ્રોફી ન સ્વીકારવાનો નિર્ણય કર્યો.”
જોકે, તેમણે ઉમેર્યું, “પરંતુ તેનો અર્થ એ નથી કે તેમણે ટ્રોફી અને મેડલ ઘરે લઈ જવા જોઈએ. આ ખૂબ જ દુઃખદ છે, અને અમને આશા છે કે ટ્રોફી અને મેડલ ટૂંક સમયમાં ભારત પરત કરવામાં આવશે.”
BCCI SECRETARY ON TEAM INDIA REFUSED TO TAKE ASIA CUP TROPHY: (ANI). 🇮🇳
– "We have decided not to take the Asia Cup trophy from the ACC chairman, who happens to be one of the main leaders of Pakistan. So we decided not to take it from him but that does not mean that the… pic.twitter.com/l0jzOLrtop
— Tanuj (@ImTanujSingh) September 28, 2025
સૈકિયાએ વધુમાં જણાવ્યું કે મોહસીન નકવીના કાર્યોનો સખત વિરોધ કરવામાં આવશે. નવેમ્બર ૨૦૨૫માં દુબઈમાં ICCની બેઠક યોજાવાની છે. આ બેઠક દરમિયાન, BCCI દ્વારા ACC પ્રમુખ મોહસીન નકવી વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવશે અને આ મુદ્દો ઉઠાવવામાં આવશે. આનાથી નકવીની ACC ચેરમેન તરીકેની પ્રતિષ્ઠાને ગંભીર નુકસાન પહોંચી શકે છે.
Suryakumar Yadav doing Rohit Sharma's celebration style. ❤️
– This is Beautiful.
— Tanuj (@ImTanujSingh) September 28, 2025
ટ્રોફી વિના પણ ટીમ ઇન્ડિયાની ‘વિરાટ’ ઉજવણી
મોહસીન નકવીએ ગમે તેટલી બેશરમી બતાવી હોય અને ટ્રોફીને પોતાની સાથે લઈ ગયા હોય, પરંતુ ટીમ ઈન્ડિયાના ઉત્સાહમાં કોઈ ઘટાડો થયો નહોતો. કેપ્ટન સૂર્યા (સૂર્યકુમાર યાદવ) અને તેમની ટીમે ટ્રોફી વિના જ પોડિયમ પર ચઢીને પોતાની ઐતિહાસિક જીતની શાનદાર ઉજવણી કરી હતી.
આ ઉજવણીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ટીમ ઇન્ડિયાએ સ્પષ્ટ કરી દીધું કે ટ્રોફી તેમની પાસે ન હોય તો પણ કોઈ ફરક પડતો નથી, કારણ કે તેઓ એશિયા કપ ૨૦૨૫ના ચેમ્પિયન છે અને આ જીતનો આનંદ ટ્રોફીના અભાવે ઓછો થઈ શકે નહીં.
BCCI દ્વારા ICC સમક્ષ ફરિયાદ નોંધાવાની તૈયારી દર્શાવે છે કે આ મુદ્દો માત્ર રમતગમતનો નથી, પરંતુ વહીવટી અને રાજદ્વારી સ્તરનો બની ગયો છે, અને મોહસીન નકવી માટે આ પગલું મોંઘું સાબિત થશે.