Vivo V20 Pro 5G આજે એટલે કે 2 ડિસેમ્બરે બપોરે 12 વાગ્યે લોન્ચ થશે. ફોનની લોન્ચિંગ ઇવેન્ટને વીવોની સત્તાવાર યુટ્યુબ ચેનલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઇવ જોઈ શકાય છે. Vivo V20 Pro 5G સૌથી પાતળા 5G સ્માર્ટફોનમાંનો એક છે. Vivo V20 Pro 5G સ્માર્ટફોન ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં થાઇલેન્ડમાં લોન્ચ કરવામાં આવ્યો છે. પરંતુ આ ફોનને કેટલાક ફેરફારો સાથે ભારતમાં લોન્ચ કરી શકાય છે. જો તમે ફોનના ફીચર્સની વાત કરો છો, તો Vivo V20 પ્રો એન્ડ્રોઇડ 11 આધારિત ઓએસ, ડ્યુઅલ સેલ્ફી કેમેરા, ક્વોલકોમ સ્નેપડ્રેગન 765 સોક સાથે આવશે. ફોન ત્રણ કલર ઓપ્શન મૂનલાઇટ સોનાટા, મિડનાઇટ જાઝ અને સનસેટ મેલોડીમાં આવશે.
સંભવિત કિંમત
Vivo V20 Pro સ્માર્ટફોન સિંગલ 8GB રેમ અને 128GB સ્ટોરેજ ઓપ્શનમાં આવશે, જેની કિંમત 29,990 રૂપિયા છે. ફોનના પ્રી-બુકિંગ પર ગ્રાહકને 2000 રૂપિયાનું એડવાન્સ ડિસ્કાઉન્ટ આપી શકાય છે. આ ફોનઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પરથી વેચવામાં આવશે.
સ્પેસિફિકેશન્સ
લીક થયેલા અહેવાલો અનુસાર, Vivo V20 Pro 6.44 ઇંચની ફુલ એચડી પ્લસ AMOLED ડિસ્પ્લે સાથે આવશે. ફોન એન્ડ્રોઇડ 11 આધારિત ફનટચ ઓએસ 11 પર કામ કરશે આ ફોનને સ્નેપડ્રેગન 765G પ્રોસેસર, 8GB રેમ અને 128GB સ્ટોરેજ આપવામાં આવશે. આ ઉપરાંત હેન્ડસેટને ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. મુખ્ય કેમેરા f/1.89 અપર્ચર સાથે 64MP સાથે આવશે. સેકન્ડરી લેન્સ f/2.2 અપર્ચર વાઇડ એન્ગલ સાથે આવશે. 2MP કેમેરા પણ હશે, જે f/2.2 સાથે આવશે. ફોનના ફ્રન્ટમાં 44MPનો ડ્યુઅલ સેલ્ફી કેમેરો હશે. બીજો કેમેરો 8MP હશે.