આધારની ટોપ ટીમ ડમી નંબર ઈન્ટ્રોડ્યુસ કરવાની સંભાવના શોધી રહી છે, જેનાથી આધાર કાર્ડહોલ્ડર માટે સિક્યોરિટીનું વધુ એક લેયર તૈયાર કરી શકે છે. આ સિસ્ટમમાં કોઈ વ્યક્તિને સરકારી એજન્સીઓ, પ્રાઈવેટ યુટિલિટીઝ, બેંકો અને આધાર એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ હેઠળ એક બેંક ખાતાથી બીજામાં ફન્ડ ટ્રાન્સફર કરતી વખતે કે ATMમાંથી રુપિયા ઉપાડતી વખતે ડમી એટલે કે નકલી નંબર શેર કરવો પડશે, નહીં કે અસલી આધાર નંબર. તેમાં કાર્ડહોલ્ડર સિવાય 12 અંકોના આધાર નંબરની જાણકારી માત્ર યુનીક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ની પાસે હશે, જે તમને નંબસ ઈશ્યુ કરે છે.
UIDAIમાં સિનિયર લેવલ પર આ વિષયની ચર્ચા થઈ છે, પણ હજુ સુધી કશું ફાઈનલ નથી થયું. ડમી નંબર અને તેની ફ્રીક્વન્સી આ વાત પર નિર્ભર કરે છે કે, આ સિસ્ટમને કઈ રીતે તૈયાર કરવામાં આવે છે. આધારનું મુખ્યકામ ઓર્થેન્ટિફિકેશન છે. એટલે કે એ જાણવું કે તે વ્યક્તિ સેવાનો ઉપયોગ કરી રહી છે કે નહીં. માટે જો કોઈ વ્યક્તિ ટેલિફોન કંપનીથી ટ્રાન્ઝેક્શન કરતી વખતે અલગ ડમી નંબર, વિજળી કંપની માટે ડમી નંબર અને રુપિયા કોઈ શખસ ટેલીફોન કંપનીથી ટ્રાન્ઝેક્શન કરતી વખતે ઉપયોગ કરે છે, તો કોઈ એ નહીં જાણી શકે કે વ્યક્તિનો આધાર નંબર કયો છે. તે OTPની જેમ કામ કરશે. તેમણે જણાવ્યું કે, જો સિંગલ નંબર હશે તો આધારની મદદથી કોઈને પર્સનલ ડેટા સુધી પહોંચવું ઘણું મુશ્કેલ થઈ જાય છે.
આ પ્રપોઝલ પર UIADIના અંતિમ નિર્ણય હજુ સુધી લેવાયો નથી. એ વિષયમાં પણ માહિતી નથી મળી કે તેને કયા ફોર્મમાં લાવવામાં આવશે. આધાર પર સુપ્રીમ કોર્ટનો આદેશ આવ્યા પછી આ નિયમોમાં બદલાવ આવી શકે છે. સુપ્રીમ કોર્ટે આધાર મામલે 28 નવેમ્બરથી સુનાવણી શરુ કરશે.