ભારતી એરટેલ તેના યુઝર્સને પોસાય તેવા ભાવે દરરોજ 2GB ડેટા ઓફર કરી રહી છે. આ જ કંપનીએ આ દૈનિક 2 જીબી ડેટા પ્લાન સાથે વધારાના ડેટા ઓફર કર્યા છે જેથી ગ્રાહકો ઓછા ખર્ચે વધુ ડેટાનો આનંદ માણી શકશે. આ પ્લાન્સમાં ડેટા સિવાય અનલિમિટેડ વોઈસ કોલિંગ અને મેસેજિંગ પણ ઉપલબ્ધ હશે. એરટેલના આ પ્લાનમાં દરરોજ 2 જીબી ડેટા 56 દિવસની વેલિડિટી સાથે આપવામાં આવી રહ્યો છે. ઉપરાંત તમે 4 GB વધારાની ડેટા કૂપન મેળવી શકશો.આ માત્ર એરટેલ થેંક્સ એપ એક્સક્લુઝિવ ઓફર છે. આ પ્લાનની સાથે અમર્યાદિત વૉઇસ કૉલિંગની સાથે દરરોજ 100 SMS પણ મળે છે.
આ સિવાય પ્રાઇમ વીડિયો ઓનલાઈન કોર્સ હેલોટ્યુન વિંક મ્યુઝિકનું ફ્રી સબસ્ક્રિપ્શન ઉપલબ્ધ છે.એરટેલનો 359 રૂપિયાનો પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનમાં દરરોજ 2 જીબી ડેટા સાથે અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા ઉપલબ્ધ છે. આ એપમાં એક્સક્લુઝિવ 2 જીબી ડેટા કૂપન ઉપલબ્ધ છે. આ પ્લાન પ્રાઇમ વિડીયો ઓનલાઈન કોર્સ હેલોટ્યુન વિંક મ્યુઝિકનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ ઓફર કરે છે.એરટેલનો રૂ 299નો પ્લાન 28 દિવસની વેલિડિટી સાથે અમર્યાદિત કૉલિંગ સુવિધા આપે છે. ઉપરાંત તમે 100 SMS ની સુવિધાનો આનંદ માણી શકશો. આ પ્લાનમાં એમેઝોન પ્રાઇમ વીડિયો ફ્રી હેલો ટ્યુન વિંક મ્યુઝિકનું ફ્રી સબસ્ક્રિપ્શન ઉપલબ્ધ છે.