આજના યુગમાં સ્માર્ટ ફોન જીંદગીનો એક હિસ્સો બની ગયું છે. હાલ એવુ ભાગ્યે જ કોઈ હશે કે જે સ્માર્ટફોનનો ઉપયોગ ન કરતો હોય. આજે એજ સ્માર્ટફોનનો જન્મદિવસ છે કેમકે આજે દુનિયાનો પહેલો સ્માર્ટફોન IBM Simon આજના જ દિવસે અમેરિકામાં લૉન્ચ થયો હતો.
‘સ્માર્ટફોન’ શબ્દનો ઉપયોગ 1997થી શરૂ થયો જ્યારે IBM Simonને લૉન્ચ કરવામાં આવ્યો હતો. આ સ્માર્ટફોનની ખુબીઓના કારણે તેને સ્માર્ટફોન નામ મળેલ છે. જો આજના સ્માર્ટફોન સાથે તેની સરખામણી કરવામાં આવે તો કદાચ પહેલો સ્માર્ટફોન તેની સરખામણીમાં આદમયુગનો ફોન હોય તેવુ લાગે. પણ મોબાઈલ ક્રાન્તીના કારણે આ ઐતિહાસિક પગલુ હતુ.