એલજીએ ફુલવીજન ડિસ્પ્લેવાળો કયુ-૬ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપનીએ ભારતમાં ૩જીબી રેમ અને ૩૨ જીબી સ્ટોરેજવાળું વર્ઝન લોન્ચ કર્યું છે. આ સમાર્ટફોનમાં ૫.૫ ઇંચની ફૂલ વિજન ડિસ્પ્લે છે. જે સામાન્ય કરતા થોડી લાંબી છે. ફોનમાં ફેસ અનલોક ફીચર્સ પણ છે.
ડયુલ્સસિમ વર્ઝનના આ સ્માર્ટફોન એન્ડ્રોઇડ ૭.૧.૧ આધારિત છે. તેમાં ઓકટોકોર સ્નેપડ્રેગન ૪૩૫ પ્રોસેસર છે. ૩જીબી રેમ છે અને ૩૨ જીબી સ્ટોરેજ છે. જેને માઈક્રોએસડી મદદથી વધારી શકાય છે. ફોનમાં ૧૩ મેગા પિકસલનો કેમેરો છે. જયારે ૫ મેગા પિકસલનો ફન્ટ કેમેરો છે. ફોનમાં ૩૦૦૦ એમએએચની બેટરી છે. તેની કિંમત ૧૪,૯૯૦ રાખી છે. એમેજોનમા એકસચેન્જ ઓફર છે.