ટ્રાઈ દ્વારા દેશના રાજમાર્ગ અને રેલમાર્ગ પર ટેલીકોમ સર્વિસના કોલ ડ્રોપિંગ માટે ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ ટેસ્ટમાં તમામ ટેલીકોમ કંપની ફેલ થઈ છે અને માત્ર જીઓ આ ટેસ્ટમાં પાસ થઈ છે. એક રિપોર્ટમાં આ જાણકારી આપતાં ટ્રાઈ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે દેશના 8 રાજમાર્ગો અને 3 રેલમાર્ગો પર કોલ ડ્રોપ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
કોલ ડ્રોપ ટેસ્ટમાં એરટેલ, વોડાફોન, આઈડિયા અને બીએસએનએલના 3જી અને 4જી નેટવર્ક ફેલ થયા છે. જો કે આ યાદીમાં રિલાયંસ જિઓનું નામ નથી. મહત્વપૂર્ણ છે કે કોલ ડ્રોપિંગની સતત વધતી સમસ્યાને કારણે ટ્રાઈએ કડક નિયમોની ઘોષણા કરી છે અને કહ્યું છે કે જે ઓપરેટર કોલ ડ્રોપ અંગેના માનદંડોને નહીં માને તેને ઓછામાં ઓછા 5 લાખનો દંડ ફટકારવામાં આવશે. ટ્રાઈએ કહ્યું હતું કે કંપનીઓ નવા શરૂ કરેલા ડીસીઆર એટલે કે કોલ ડ્રોપના રેશિયોના બેંચમાર્ક સુધી નહીં પહોંચે તેના વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે.