ભારતના પ્રધાન મંત્રી નોટબંદી બાદ ભારતને કેશલેસ બનવવાની બની શકે એટલી કોશિશ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ ચોંકાવનારી વાત સામે આવી છે કે ઇન્ટરનેટની સ્પીડ માં ભારત તેના પાડોશી દેશો નેપાળ અને બાંગ્લાદેશ થી પણ પાછળ છે. આમ જોઈએ તો જ્યાં સુધી ઈન્ટરનેટની સુવિધા જ્યાં સુધી પ્રથમ તબ્બકાની ના થાય ત્યાં સુધી કેશલેસ વ્યવહાર સુંપૂર્ણ પણે શક્ય નાઈ બને.
ડાઉનલોડ સ્પીડની વાત કરવામાં આવે તો ભારત દુન્યા માં 96 માં ક્રમે આવે છે, જયારે સરેરાશ બેન્ડવિથ મામલે આપણો દેશ ૧૦૫માં ક્રમે આવે છે. બેન્ડવિથનાં મામલે શ્રીલંકા, ચીન, દક્ષીણ કોરિયા, ઇન્ડોનેશિયા અને મલેશિયા જેવા અમારા પાડોશી દેશ ભારતથી ઘણા જ આગળ છે. આટલું જ નહિ પણ ભારત ઈન્ટરનેટ ની સુરક્ષામાં પણ ઘણુંજ પાછળ છે, ભારત ‘રેનસમવેયર’ અટેકના મામલે દુનિયામાં અવ્વલ નંબર પર છે.
ભારતમાં વધતા જતા સાઈબર ક્રાઈમને લઈને અહીંયા ના લોકો ઘણાજ ચિન્તામાં છે, આ પાછળનું કારણ અહીંયા ની સજાની જોગવાઈ છે. અહીંયા સાઈબર ક્રાઈમ ની બહુજ નહિવત સજા છે જેના કારણે અહીંયા સાઈબર ક્રાઈમ ખુબજ વધી રહ્યું છે.
જાણકારોના બતાવ્યા મુજબ, ભારતના લોકો ઓનલાઇન ટ્રાન્ઝેકશન ખુબજ નહિવત પ્રમાણમાં કરે છે, કેમકે અહીં ના લોકોને બીક રહે છે તેમનો પર્સનલ માહિતી ચોરીના થઇ જાય. અને તેમને કોઈ નુકશાન ના થાય. જો અગર આમ બને તો પોલીસ કે બેન્ક તેમની મદદે આવતા નથી. આ કારણ થી લોકો ઓનલાઇન ટ્રાઝેકશનથી લોકો દૂર રહે છે.
જો સરકારે દેશને કેશલેસ બનવવા માંગતા હોઈ તો સોઉ પ્રથમ તેમને આ બાબતે લોકોમાં વિશ્વાસ બાંવવો પડશે. સાઇબરની સુરક્ષામાં પણ વધારો કરવો પડશે. આમતો ભારત સાઇબર ક્રાઇમ માં દુન્યામાં છઠ્ઠા ક્રમે છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.