ટેલિકોમ કંપનીઓએ મોબાઇલ યુઝર્સને મોટો આંચકો આપ્યો છે. વર્ષોથી આપવામાં આવી રહેલી ફ્રી ઇનકમિંગ કૉલની સુવિધા હવે કંપનીઓએ એક સાથે બંધ કરી દીધી છે. હવે યુઝર્સે ઇનકમિંગ કૉલ્સ માટે દર મહિને (28 દિવસ) ઓછામાં ઓછુ 35 રૂપિયાનું રિચાર્જ કરાવવુ પડશે. નહી તો આઉટગોઇંગ જ નહી, c
એક સમય હતો જ્યારે મોબાઇલ નેટવર્ક કંપનીઓ આઉટ ગોઇંગ જ નહી, ઇનકમિંગ કૉલ પર પ્રતિ મિનિટના હિસાબે ચાર્જીસ વસૂલતી હતી. કેટલાંક વર્ષો સુધી ઇન્ટરનેટ પેક એટલે કે ડેટા પણ ખૂબ જ મોંઘો હતો.
હરિફાઇના દોરમાં ટેલિકોમ માર્કેટ બદલાયુ તો કંપનીઓએ ઇનકમિંગ કૉલ્સ પર ચાર્જીસ લેવાનું બંધ કરી દીધું. તે પછી આઉટ ગોઇંગ કૉલ્સ પણ સસ્તા થઇ ગયા. હવે સસ્તા ડેટા પેકના કારણે જ્યાં ઇન્ટરનેટ યુઝર્સમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યાં સામાન્ય જનતા માટે વૉઇસ કૉલિંગ જાણે કે ફ્રી થઇ ગઇ છે. નવા સિમ કાર્ડ 20-30 વર્ષની વેલીડીટી સાથે મળવા લાગ્યાં છે. હાલના સમયમાં એવા ઘણાં યુઝર્સ છે જે ફક્સ ઇનકમિંગ કૉલ્સ માટે મોબાઇલ રાખે છે. ફક્ત મિસ કૉલ કરવા પૂરતુ 20-30 રૂપિયાનું રિચાર્જ કરાવે છે. તેવામાં હવે ઇનકમિંગ કૉલ્સ માટે પણ 35 રૂપિયાનું રિચાર્જ દર મહિને કરાવવુ પડશે.