નપુંસકતા એ એક એવી બીમારી છે જે આજના સમયમાં ઝડપથી વધી રહી છે. પુરુષ જો પોતે પૂરતું શિશ્નોત્થાન મેળવી ન શકે અને એને કારણે પત્ની સાથે જાતીય સુખ માણવામાં નિષ્ફળ રહે તો તેને નુપંસકતા કહેવાય છે. નપુંસકતા ક્યારેક અલ્પજીવી હોય છે, તો ક્યારેક લાંબા ગાળાની હોય છે. તે વિવિધ કારણોસર થાય છે.બ્લડપ્રેશર, ડાયાબિટીસ, બ્લડપ્રેશરની અમુક દવાઓ, સીગરેટ- દારૂ ના વ્યસનો, હોર્મોનની ઉણપો, ડીપ્રેશન તથા પુરુષની જનનેન્દ્રિયની ખામીઓ આમાં મુખ્ય છે. દાયકા પહેલા એમ મનાતું કે મોટે ભાગે નપુંસકતાના કિસ્સાઓ પુરુષની વધારે પડતી ચિંતા ને ‘પરફોર્મન્સ એક્નઝાઇટી’ને કારણે બને છે પણ હવે નપુંસકતાના નિદાનની નવી નવી અદ્યતન સામગ્રીઓને કારણે જાણવા મળ્યું છે કે, પચીસથી ત્રીસ ટકા જેટલા કિસ્સામાં જનનેન્દ્રિયમાં એક યા બીજા પ્રકારની ખામીઓ પુરુષની નપુંસકતા માટે જવાબદાર હોય છે.વર્ષો પૂર્વે જાતીય રોગના તજજ્ઞાો એવું નોંધતા હતા કે નપુંસકતા અથવા અપૂરતા શિશ્નોત્થાનની તકલીફ ધરાવતા કેટલાક દર્દીઓને રાત્રિના ઊંઘ દરમિયાન મળસ્કે અર્ધજાગ્રત અવસ્થામાં પૂર્ણ કડકાઈ સહિતના શિશ્નોત્થાનનો અનુભવ થતો હોય છે. આને ‘નોકચર્નલ પીનાઇલ ટયુમેશન્સ’ કહેવામાં આવે છે. જે માપવા માટેના સાધનો હવે ઉપલબ્ધ બન્યા છે. અગાઉના સાધનો માત્ર શિશ્નના ઉત્થાન જ માપી શકતા હતા. જ્યારે હવેના અદ્યતન સાધનો જેવા કે રીજીસ્કેન પ્લસએ શિશ્નોત્થાન ઉપરાંત શિશ્નમાં કેટલી કડકાઈ આવે છે તે પણ વૈજ્ઞાાનિક ઢબે માપી શકે છે. સખતાઈ માપન એટલા માટે જરૃરી છે કે કેવળ ઉત્થાનથી ક્યારેક સમાગમ શક્ય નથી બનતો. પૂર્ણ સમાગમ માટે ઉત્થાન ઉપરાંત કડકાઈ પણ જરૃરી બની રહે છે.’રીજીસ્કેન પ્લસ’ એક કમ્પલીટ કોમ્પ્યુટરાઇઝડ સાધન છે. જેનું કદ એક ટેલિફોનના યંત્ર કરતાં ય નાનું હોય છે. તેના એક છેડે આવેલા બે વાયરો લૂપને છેડે બે પાતળી રીંગ હોય છે. જેમાંની એક ભૂરી અને બીજી સફેદ હોય છે. ભૂરી રીંગને શિશ્નના મૂળ અથવા બેઇઝ ઉપર તથા સફેદ રીંગને શિશ્નના અગ્રભાગ (ગ્લાન્સ) નજીક ફીક્સ કરવાની હોય છે. ત્યાર બાદ દર્દીએ આખી રાતની કુદરતી ઊંઘ લેવાની હોય છે. લગભગ આઠ કલાકની આ રાત્રિ દરમિયાન પુરુષના શિષ્નની અંદર જે રક્ત પ્રવાહોમાં ફેરફાર થાય અને એને પરિણામે શિશ્નની લંબાઈ પહોળાઈ તથા સખતાઈ જે જે પરિવર્તનો આવે તે તે પેલી બન્ને રીંગ દ્વારા મશીનમાં નોંધાઈ જાય છે. બીજે દિવસે સવારેે કોમ્પ્યુટર સોફ્ટવેરના પ્રોગ્રામ દ્વારા આ ડેટા પ્રિન્ટઆઉટ રૃપે મેળવી લેવામાં આવે છે.જે રીતે હૃદયના રોગો માટે ઇ.સી.જી. (ઇલેક્ટ્રોકાર્ડીયોગ્રામ) તથા મગજના ખેંચ જેવા રોગો માટે ઇ.ઇ.જી. (ઇલેક્ટ્રોએનેસેફલોગ્રામ)ના રિપોર્ટસ મળે છે, તે જ રીતે ‘રીજીસ્કેન પ્લસ’ દ્વારા શિશ્નની ઇન્ટીગ્રીટીના રિપોર્ટસ મળે છે. આખી રાત દરમિયાન સામાન્યઃ પુરુષને ઊંઘમાં ત્રણથી છ જેટલા ઉત્થાનના બનાવો બનતાં હોય છે.દરેક બનાવ દસથી પંદર મિનિટ અથવા તો વધારે સમય ચાલતો હોય છે.
રીજીસ્કેન આ બનાવોને ગ્રાફ યા આલેખરૃપેે રજૂ કરે છે. રીજીસ્કેનની શિશ્ન ઉપર પહેરાવાયેલી બે રીંગો પ્રત્યેક પંદર સેકન્ડના ગાળે ઓટોમેટીકલી વારાફરતી સંકોચાતી રહે છે. જે દરમિયાન તે રીજીડીટી તથા સર્કમફરન્સ (ટયુમેશન્સ) નોંધી લે છે. આ કાર્યના ઊંઘના આખા સમયગાળા દરમિયાન અવિરતપણે ચાલતું રહે છે.જો શિશ્નના બેઇઝ ઉપર સાઠેક ટકા જેટલી રીજીડીટી અને ટીપ (અગ્રભાગ) ઉપર પંચાવન ટકા જેટલી રીજીડીટીવાળો એકાદ ઉત્થાનનો પ્રસંગ કે જે દસ પંદર મિનિટ સુધી સતત રહ્યો હોય- એમ જો રીજીસ્કેન પ્લસ નોંધે તો એ પુરુષ દર્દીની તકલીફ મહદઅંશે મનોવૈજ્ઞાાનિક હશે એમ સમજી શકાય છે.કેમ કે રીજીસ્કેન પ્લસના રિપોર્ટમાં જ્ઞાાનતંતુની નબળાઈ કે લોહીની નળીઓની સમસ્યા (ન્યુરોજેનિક, આર્ટેરીયલઅને વીનસ ઇમ્પોટન્સી)ના કિસ્સાઓમાં ખૂબ ઓછી રીજીડીટીવાળા અલ્પમાત્રાના છૂટાછવાયા ઉત્થાનના પ્રસંગો જ નોંધાતા જોવા મળે છે. તેમ છતાં અપવાદરૃપે જો કોઈ દર્દી ખૂબ જ સખત ડિપ્રેશન યા તણાવમાં હોય તો તેનું શિશ્ન નોર્મલ હોવા છતાં રીજીસ્કેનનો રિપોર્ટ અપૂરતા ટયુમેશન્સ અને ઓછી રીજીડીટીવાલો આવી શકે છે.આ નિવારવા માટે કુલ બેથી ત્રણ રાત્રિઓ દરમિયાનના અલગ અલગ પ્રસંગના રિપોર્ટસ લેવામાં આવે છે. આ સાધન સેક્સોલોજીમાં ડુપ્લેક્સ ડીપ્લર સ્ટડીઝને બાદ કરતાં પ્રથમ એવું સાધન છે જેનાથી શિશ્નની પરિસ્થિતિનું ઓબ્જેક્ટીવ ઇવેલ્યુએશન થઈ શકે છે. વીનસ લીક, આર્ટરિયલ ઇનસફીશીયન્સી, ન્યુરોપથી જેવી કન્ડીશન્સનુ આનાથી નિદાન થઈ શકે છે. આજકાલ નપુંસકતાને લીધે માંગવામાં આવતા છૂટાછેડાના કિસ્સાઓની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. ઘણીવાર એવું બને છે કે લગ્ન બાદ થોડા જ દિવસોમાં છોકરી પોતાને પિયર પાછી ફરે છે પછી તેના વડીલો છોકરા ઉપર એવો આક્ષેપ મૂકે છે કે છોકરો નપુંસક હોવાના લીધે તેમની દીકરી સ્વગૃહે પાછી ફરી છે.સામા છેડે છોકરો પોતાની સફાઈ પેશ કરતાં કહે છે કે હું તો પૂર્ણ રીતે પુરુષમાં જ છું.
તમારી છોકરી જૂઠો આક્ષેપ લગાડે છે. છેવટે મામલો તબીબના ક્લિનિક સુધી પહોંચે છે કેમ કે, છૂટાછેડા માટે નામર્દાઈનો પુરાવો પેશ કરવો જરૃરી બને છે. છોકરાને તબીબના રૃમ સુધી લઈ જવાય છે અને પછી ઓપિનિયન માગવામાં આવે છે કે છોકરો મર્દ છે કે નામર્દ? હવે ખરું જોતાં આવું નક્કી કરીને સર્ટિફાઇ કરવું ખૂબ જ મુશ્કેલ છે. કેમ કે અમુક છોકરાઓને અમુક સંજોગોમાં ઉત્થાન આવતું હોય અને શયનખંડમાં ન આવતું હોય આવા સંજોગોમાં વાઝો ડાઇલેટર કામ લાવી શકે છે જો બાઇમીક્સ ટેસ્ટ અને રીજીસ્કેન પ્લસ બંને પોઝિટિવ આવે તો આપણે દર્દીના સ્વજનોને કહી શકીએ છીએ કે છોકરીની કહેવાતી નામર્દાઈનું કારણ માનસિક જ છે, શારીરિક નથી.આલ્કોહોલ, એપીલેપ્સી યા ડિપ્રેશનની દવાઓ વગેરેથી રિપોર્ટમાં ફેરફાર આવી શકે છે. બે યા ત્રણ રાત માટે રિપોર્ટ કરવાનો રહે છે. પૂરતી સ્વસ્થ ઊંઘ ન મળી હોય તો ય રિપોર્ટ અયોગ્ય આવી શકે છે.રીજીસ્કેન ડયુરાસેલ બેટરીથી ઓપરેટ થતું મશીન છે. તેને એક સ્ટ્રેપમાં મૂકીને સાથળ સાથે હળવેથી બાંધી દેવાનું હોય છે. તેનું કોઈ જોખમ કે નુકસાન નથી. લગ્ન પહેલાં પણ ઘણા યુવાનોને મનમાં એવી આશંકા રહેતી હોય છે કે તેઓ લગ્ન પછી સેક્સ કરવા માટે કાબેલ રહેશે કે નહીં ! અલબત્ત, આમાંના ઘણાખરા કોઈ જ મુશ્કેલી વગર લગ્ન પછીનું શરીર કર્મ સહજ રીતે પાર પણ પાડતાં જ હોય છે.પણ લગ્ન પૂર્વે તેમને કન્વીન્સ કરવાનું ઘણીવાર મુશ્કેલ બની જતું હોય છે. પાપાવરીન ટેસ્ટ એ ઇન્વેઝીઝ અને જોખમી તપાસ હોવાથી ગમે તેમ વાપરી શકતી નથી. એવા સમયમાં જો રીજીસ્કેન ટેસ્ટ કરાય તો દર્દી તથા તેના સ્વજનોને આપણે દર્દી શારીરિક રીતે નોર્મલ છે એવું ખાત્રીપૂર્વક સમજાવી શકીએ છીએ. ઓસબોર્ન મેડિકલ ઇક્વીપમેન્ટ દ્વારા યુ.એસ.એ.માં બનેલું આ મશીન ભારતના અનેક સેક્સ થેરાપીસ્ટ યા સંસ્થાઓ વાપરે છે.