ગ્રણી સોશિયલ મીડિયા પ્લેટફોર્મના 50 કરોડ યૂઝર્સના નંબર સહિતના ડેટા લીક થયા હોવાની ચિંતાજનક વાત સામે આવી છે. આ 50 કરોડ યુઝર્સના ડેટા લીક થવાની સાથે-સાથે અન્ય સાયબર ક્રાઇમની દુનિયામાં વેચાઇ હોવાની પણ માહિતી સામે આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકના લગભગ 50 કરોડ જેટલા યુઝર્સના ડેટા લીક થયાના અહેવાલ આવ્યા છે અને લીક થયેલા યુઝર્સ ડેટા ઓનલાઇન પ્લેટફોર્મ પર વેચાણ માટે ઉપલબ્ધ હોવાની વાત સામે આવી છે. ફેસબુક યુઝર્સના ફોન નંબર બોટ મારફતે ટેલીગ્રામ પર વેચવામાં આવી રહ્યા છે.
મધરબોર્ડની રિપોર્ટ મુજબ લીક થયેલા ફેસબુક યુઝર્સના ડેટા ટેલીગ્રામ બોટ પર વેચાઇ રહ્યા છે. તેમાં ચિંતા કરવાની સૌથી મોટી વાત એ છે કે તેમાં 61 ભારતીય યુઝર્સના પણ ડેટા શામેલ છે. સિક્યોરિટી રિસર્ચના Alon golને ટ્વિટર પર આની માહિતી આપી છે. તેમણે ટ્વિટમાં જણાવ્યુ કે, મોટી સંખ્યામાં ફેસબુક યુઝર્સના ડેટા સાઇબર ક્રાઇમ કોમ્યુનિટીમાં વેચવામાં આવી રહ્યા છે જેના લીધે લોકોની ગોપનિયતા જોખમમાં મુકાઇ શકે છે. લોકોની સાથે ઓનલાઇન છેતરપીંડિ કરવા માટે સાયબર હેકર્સ આવા ડેટાનો ઉપયોગ કરતા હોય છે. આ કારણસર જ લોકોની સુરક્ષાને લઇને માઠા પરિણામો ભોગવવા પડે છે.
મધરબોર્ડની રિપોર્ટ મુજબ ડેટામાંથી ફેસબુક એકાઉન્ટ સાથે લિંક થયેલ મોબાઇલ નંબરનું વેચાણ લગભગ 1400 રૂપિયા (20 ડોલર)માં વેચાઇ રહ્યો છે. એક પ્રકાશિત સમાચાર મુજબ અન્ય ડેટાનો પણ આવી જ રીતે ભાવ નક્કી કરવામાં આવ્યો છે. લગભગ 100 દેશો ફેસબુક યુઝર્સના ડેટા લીક થયા છે જેમાંથી 61 લાખ ભારતીય યુઝર્સ હોવાનો પ્રાથમિક અંદાજ છે.