આજના સમયમાં સ્માર્ટફોને આપણા જીવનમાં મહત્વનું સ્થાન લીધું છે. શાળાએ જતા બાળકોથી લઈને ઓફિસ જતા લોકોને સ્માર્ટફોનની જરૂર હોય છે. આપણે સ્માર્ટફોનની મદદથી ઘણી બધી વસ્તુઓ કરીએ છીએ હવે તે ઓનલાઈન ક્લાસ સાથે સંબંધિત હોય કે ઓફિસનું કામ, આપણે લાંબા સમય સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરતા રહીએ છીએ. જ્યારે ફોનની બેટરી ઓછી થાય છે ત્યારે તરત જ ચાર્જર તરફ જઇયે છીએ.મતલબ કે ફોન ચાર્જ કર્યા વગર આપણે ફોનનો ઉપયોગ કરી શકતા નથી.ફોનને યોગ્ય રીતે ચાર્જ કરવાથી તમારા ફોનની બેટરી પરફોર્મન્સમાં વધુ સુધારો થઈ શકે છે. તે જ સમયે ખોટી પદ્ધતિ તમારા ફોન પર ખરાબ અસર કરી શકે છે.
તમારે ફોનને ચાર્જ કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જે તમારા ફોનની બેટરી લાઈફને વધારી શકે છે.સૌથી પહેલા તો ઘણા લોકોને રાત્રે ફોન ચાર્જ પર લગાવીને સૂવાની આદત હોય છે જે ખૂબ જ ખોટું છે. ફોનને વધુ સમય સુધી ચાર્જ કરવો એ બેટરી માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.આજકાલ ફોનની બેટરી ફુલ થઈ જાય ત્યારે ચાર્જિંગ આપમેળે બંધ થઈ જાય છે. તે કિસ્સામાં કોઈ સમસ્યા નથી.ઘણા લોકો ફોનને ત્યારે જ ચાર્જ કરે છે જ્યારે ફોનની સંપૂર્ણ બેટરી ઓછી હોય, જ્યારે આવું કરવું ખોટું છે.ફોનમાં આપવામાં આવેલી લિથિયમ આયન બેટરીને શૂન્ય સુધી પહોંચવા દેવી જોઈએ નહીં. તમારે ફોન ડિસ્ચાર્જ થવાની રાહ જોવી જોઈએ નહીં
ફોન પર કોઈપણ એપનો ઉપયોગ કર્યા પછી તમારે તે એપ બંધ કરી દેવી જોઈએ કારણ કે આ એપ્સ બેકગ્રાઉન્ડમાં ચાલતી રહે છે અને ફોનની બેટરીનો વપરાશ પણ કરે છે.આ સિવાય ઘણા લોકો ફોન ચાર્જ કરતી વખતે પણ ફોનનો ઉપયોગ કરતા રહે છે આવું કરવું પણ ખોટું છે.ચાર્જિંગ દરમિયાન ફોનનો પાવર અલગ હોય છે. આવી સ્થિતિમાં તમારે તેનો ઉપયોગ ન કરવો જોઈએ અને ફોનને ઝડપથી ચાર્જ થવા દેવો જોઈએ.ધ્યાનમાં રાખવાની બીજી વાત એ છે કે ફોન ચાર્જ કરવા માટે તમારે રેલવે સ્ટેશન એરપોર્ટ અથવા કોઈપણ સાર્વજનિક ચાર્જિંગ પોર્ટનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. આ કારણે તમારો ડેટા હેકર પાસે જવાની ઘણી શક્યતાઓ છે.