ભારતમાં Tik Tok બેન કર્યા પછી ફરી તેમની એન્ટ્રી થઇ શકે છે. મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇંન્ડસ્ટ્રીજ લિમિટેડ Tik Tokમાં રોકાણ કરશે તેવી વાતો ચાલી રહી છે. 29 જૂનથી Tik Tok એપ ઉપર ભારતમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સાથે જ ચાઇનાની ઘણી એપ્સ ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવી છે. ભારતમાં Tik Tok એક મોટુ માર્કેટ છે. આ કારણથી જ ઘણી કંપની બિજનેસ કરવા માંગે છે. મળતી માહીતી મુજબ ટિક ટોક કંપની કંપની સાથે રિલાયન્સ કંપની છેલ્લા 2 મહિના થી વાતચીત કરી રહી છે. પરંતુ હજુ સુધી આ ડિલ ફાઇનલ નથી થઇ. ભારતમાં ટિક ટોકની વેલ્યુ 3 બિલિયન ડોલરથી વધુ લગાવવામાં આવી રહી છે. જો કો હજુ સુધી બંને કંપનીઓ દ્રારા કોઇ સ્ટેટમેંટ જાહેર કરવામાં નથી આવ્યુ. અમેરિકાની માઇક્રોસોફ્ટ પણ ટિક ટોકને ખરીદવાની તૈયારીમાં છે. આ ડીલ આવતા મહીને ફાઇનલ થવાની ઉમ્મીદ છે. માઇક્રોસોફ્ટ ટિક ટોકનો બિજનેસ અમેરિકા, કેનેડા, અને ન્યુઝીલેંડ જેવા દેશો માટે ખરીદી રહી છે.
