ફેસબુક પોતાના યૂઝર્સ માટે નવા અનુભવ આપવા મેસેન્જર પર એક નવા ફીચર્સ Watch Videos Together નું ટેસ્ટીંગ કરી રહ્યા છે. જેમાં એક વીડિયોને એક ચેટ ગ્રુપ પર અલગઅલગ ડિવાઈસીઝ પર એક સાથે જોઈ શકાય છે.
એક રિપોર્ટ અનુસાર ફેસબુકના પ્રવક્તાએ કહ્યુ કે આ એક ઈન્ટરનલ ટેસ્ટીંગ છે. આ ફીચર્સની સાથે તમને મેસેન્જર પર જોડાયેલા તમારા દોસ્તો સાથે વીડિયો જોઈ તે સમયે આ વીડિયોની વાત કરવાની રજા આપી હતી. આ દરમિયાન વીડિયો જોઈ રહેલ તમામ લોકોનો કન્ટ્રોલ તેમના પર રહેશે. તેઓ એ પણ જોઈ શકશે કે એ સમયે કોણ કોણ વીડિયો જોઈ રહ્યુ છે.
ફેસબુક મેસેન્જરમાં તમે મેસેજ મોકલી પાછા લઈ શકશો. આ પહેલા આ ફીચર્સ વોટ્સએપ સહિત બીજા મેસેજિંગ એપમાં આપવામાં આવેલ હતુ. ઈન્સ્ટાગ્રામમાં પણ અનસેન્ડ ફીચર આપવામાં આવેલ છે. હવે ફેસબુક મેસેન્જરમાં અનસેન્ડ ફીચરની શરૂઆત કરી છે. કંપનીએ આનું એલાન પહેલા જ કરી દીધુ છે, પણ આનું ટેસ્ટીંગ લિમિટેડ યૂઝર્સની સાથે કરવામાં આવશે.