મુંબઇઃ આંતરરાષ્ટ્રિય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ રિલાયન્સ ફાઉન્ડેશનની ચેરપર્સન નીતા અંબાણીએ રવિવારે મહિલાઓ માટે એક ડિજિટલ નેટવર્કિંગ પ્લેટફોર્મ Her Circle લોન્ચ કર્યું. તેઓએ કહ્યું કે આ પોતાની જેમ પહેલા ડિજિટલ નેટવર્કિંગ પ્લેટફોર્મ છે જેનો હેતુ મહિલાઓના સશક્તિકરણમાં ઝડપ લાવવાનો અને વૈશ્વિક સ્તરે ભાઈચારાના બંધનને મજબૂત કરવાનો છે. તેનાથી તેમને સહભાગિતા, જોડાણ, સહયોગ અને એકમેકનો સહયોગ માટે એક આનંદમય અને સુરક્ષિત સ્થાન પ્રદાન કરી શકાશે. આ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર મહિલાઓ સાથે જોડાયેલું કન્ટેન્ટ પણ પ્રકાશિત કરાશે.
રિલાયન્સ ફાઈન્ડેસનના પ્લેટફોર્મના યૂઝર્સને સીધા એક્સપર્ટ્સની સાથે વાત કરવાની પણ સુવિધા આપી છે. નેટવર્કિંગ અને લક્ષ્યને પૂરું કરવા માટે વન સ્ટોપ ડેસ્ટિનેશનઃ હર સર્કલ મહિલાઓ સંબંધિત સામગ્રી આપવા માટે વન સ્ટોપ ડેસ્ટિનેશનના રૂપમાં બનાવાયું છે. જે આકર્ષક અને ઉત્થાન ઉન્મુખ છે કેમકે આ એક સામાજિક મંચના માધ્યમથી મહિલાઓને એકમેકની સાથે જોડે છે. લોન્ચ સમયે નીતા અંબાણીએ કહ્યું કે જ્યારે મહિલાઓ મહિલાઓનું ધ્યાન રાખે છે તો અવિશ્વસનીય ચીજો થાય છે. હું મારા જીવનમાં મજબૂત મહિલાઓથી ઘેરાયેલી રહી અને તેમની પાસેથી મેં કરુણા, સાદગી, સકારાત્મકતા શીખી અને બદલામાં આ શીખ મેં અન્યને આપવાનો પ્રયાસ કર્યો.
નીતા અંબાણીએ વધુમાં કહ્યું કે એક દીકરીના રૂપમાં જે 11 દીકરીઓના પરિવારમાં ઉછરી, ભણી હતી, મને પોતાના પર વિશ્વાસ કરવાનું શીખવવામાં આવ્યું, મારાથી મારી દીકરી ઈશા, મને પોતાના સપનાનું પાલન કરવા માટે કોઈ શરત પ્રેમ અને વિશ્વાસ મળ્યો છે. પોતાની પુત્રવધૂ શ્લોકાથી મેં સહાનુભૂતિ અને ધૈર્ય શીખ્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીની પત્નીએ કહ્યું કે રિલાયન્સ ફાઉન્ડેશનની મહિલાઓ જે રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય મહિલા નેતાઓની સાથે મે કામ કર્યું છે અમારા અનુભવ મને દેખાય છે.
Her Circle લોન્ચ કર્યાનો છે આનંદઃ નીતા અંબાણી
તેઓએ એમ પણ કહ્યું કે મને આનંદ છે કે અમે HerCircle.in એક ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી લાકો મહિલાઓના સમર્થન અને એકતા માટે એક એવું ચક્ર બનાવી શકીએ છીએ જે દરેક મહિલાને તેમાં સામેલ થવા માટે આમંત્રિત કરે છે. નીતાએ એમ પણ કહ્યું કે 24×7 વૈશ્વિક નેટવર્કિંગ અને સહયોગને સક્ષમ કરનારી ડિજિટલ ક્રાંતિની સાથે તેમનું સર્કલ પણ સંસ્કૃતિઓ, સમુદાય અને દેશની મહિલાઓના વિચારો અને પહેલનું સ્વાગત કરે છે.