મેસેજિંગ એપ્લિકેશન વોટસએપ ટૂંક સમયમાં જીમેઇલ જેવું એક ફીચર લાવવા જઈ રહી છે. યુઝર્સ મોકલેલા મેસેજને પાછા ખેંચી શકશે અને એડિટ પણ કરી શકશે. WABetaInfoના એક અહેવાલ મુજબ, મોકલવામાં આવેલા મેસેજ રિકોલ અને એડિટ કરી શકાશે, તે માટે વોટસએપ ટેસ્ટિંગ કરી રહ્યું છે. જે મેસેજને રિકોલ કરવામાં આવશે, તેને તુરતં રિસીવ કરનારી વ્યકિતના સ્માર્ટફોનમાંથી ડિલીટ કરી દેવામાં આવશે.
એવું કહેવાય છે કે, આઇઓએસ પર વોટસએપના બીટા વર્ઝન ૨.૧૭.૧.૮૬૯માં આ ફીચર આપવામાં આવ્યું છે. WABetaInfoએ એક ટીટમાં કહ્યું છે કે, આ ફીચર્સ માટે ચેન્જલોગ પણ ઉપલબ્ધ છે. ટીટમાં લખ્યું છે કે, આઇઓએસ ૨.૧૭.૧.૮૬૯ માટે વોટસએપ બીટાના ચેન્જલોગ પર પણ ઉપલબ્ધ છે. WABeyeInfo પર વર્તમાન ચેન્જલોગમાં આ વોટસએપના નવા વર્ઝનમાં જે ઇમ્પ્રૂવમેન્ટસ અને ફીચર્સ બતાવાયાં છે, તે આ પ્રકારનાં છે.
વેબેટાઈનફો દ્રારા શેયર કરવામાં આવેલા સ્ક્રીનશોટસ પરથી જાણી શકાય છે કે, જે મેન્યુમાં ‘Reply’, ‘Star’, ‘Forward’, ‘Delete’, ‘Message’ અને ‘Speak’ ઓપશન્સ છે, ત્યાં જ રિકોલ ફીચર પણ હશે.
જોકે હજી સુધી એ જાણી શકાયું નથી કે, સેન્ડ થઈ ચૂકેલા મેસેજને રિકોલ કરવા માટે યુઝર્સ પાસે કેટલો સમય રહેશે. એવું માનવામાં આવી રહ્યું છે કે, તેને જીમેઇલની જેમ કેટલીક જ સેકન્ડસનો સમય મળશે અથવા તો એ જ મેસેજને રિકોલ કરી શકાશે, જે સામેવાળી વ્યકિતએ વાંચ્યો નહિ હોય.