સમગ્ર વિશ્વમાં વોટ્સએપનો વ્યાપક ઉપયોગ થાય છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસ પૂરી પાડતી આ એપના આજે 2 બિલિયનથી વધુ એક્ટિવ યુઝર્સ છે. એપને યુઝર ફ્રેન્ડલી બનાવવાના ઉદ્દેશ્ય સાથે વોટ્સએપ સમયાંતરે યુઝર્સ માટે ઘણી ખાસ સુવિધાઓ લોન્ચ કરતું રહે છે. આવી સ્થિતિમાં વોટ્સએપનો ઉપયોગ કરતી વખતે યુઝર્સને સારો અનુભવ મળે છે. વોટ્સએપે ત્રણ નવા ફીચર્સ લોન્ચ કર્યા છે.આ ફીચર્સ આવ્યા બાદ વોટ્સએપ યુઝર્સને ઘણો ફાયદો થવાનો છે. આ ફીચર્સ સાથે યુઝર્સને વોટ્સએપ પર ચેટિંગનો શ્રેષ્ઠ અનુભવ મળશે. આ નવા ફીચર્સ વૉઇસ રેકોર્ડિંગ, મેસેજિંગ અને નોટિફિકેશન પ્રોફાઇલ ફોટો સાથે સંબંધિત છે. કંપની લાંબા સમયથી તેમના બીટા ટેસ્ટિંગ પર કામ કરી રહી હતી. હવે તેઓ આઈફોન યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી રહ્યા છે.
વોટ્સએપનું આ નવું ફીચર યુઝર્સને ત્યાંથી વોઈસ રેકોર્ડિંગ પાસ અને રિ રેકોર્ડ કરવાની સુવિધા આપે છે. આ ફીચરની મદદથી યુઝર્સ તેમના વોઈસ મેસેજને મોકલતા પહેલા તેને સાંભળી શકશે. જો યુઝરને લાગે છે કે તેનું રેકોર્ડિંગ યોગ્ય નથી તો તે તેને ડિલીટ પણ કરી શકશે.આ ફીચરની મદદથી યુઝર્સ નક્કી કરી શકે છે કે કોણ તેમને મેસેજ કરી શકે છે અને કોણ નહીં.વોટ્સએપનું આ નવું ફીચર iOS 15માં હાજર ફોકસ મોડનો ઉપયોગ કરે છે. હાલમાં વોટ્સએપના આ ફીચરનો ઉપયોગ iPhoneના iOS 15 યુઝર્સ કરી શકે છે.
આ નવા ફીચરની શરૂઆત બાદ વોટ્સએપ પર મેસેજ મોકલનાર યુઝરનો ફોટો નોટિફિકેશનમાં દેખાશે. પહેલા નોટિફિકેશનમાં મેસેજ મોકલનાર યુઝરનું નામ જ દેખાતું હતું. સાથે જ આ ફીચર આવ્યા બાદ તેનો ફોટો પણ બતાવવામાં આવશે. આ ફીચર માત્ર આઇફોન યુઝર્સ માટે જ રોલઆઉટ કરવામાં આવ્યું છે. આઇફોન યુઝર્સને તેમના વોટ્સએપમાં આ સુવિધા ઉમેરવા માટે iOS 15 પર અપડેટ કરવાની જરૂર પડશે.