એરટેલ જિયો અને વોડાફોન આઈડિયાએ ગયા મહિને જ તેમનું પ્રીપેઈડ મોંઘું કરી દીધું છે. વોડાફોન આઈડિયા એરટેલ અને જિયોના પ્લાન લગભગ 25 ટકા મોંઘા થઈ ગયા છે અને હવે વોડાફોન આઈડિયાના પ્લાન ફરીથી મોંઘા થવા જઈ રહ્યા છે.વોડાફોન આઈડિયાના સીઈઓએ આ વાતની પુષ્ટિ કરી છે. થોડા દિવસો પહેલા ફાયનાન્સિયલ સર્વિસે એક માહિતીમાં કહ્યું હતું કે વોડાફોન આઈડિયાએ તેના ટેરિફ પ્લાનને મોંઘા કરવા જોઈએ જો કે તે દરમિયાન કંપનીએ આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું ન હતું કંપનીનો 99 રૂપિયાનો સૌથી સસ્તો 4G પ્લાન યુઝર્સની જરૂરિયાતો અનુસાર વધુ મોંઘો નથી. કંપની આ વર્ષે પણ પોતાના પ્લાનને મોંઘા બનાવશે.
વોડાફોન આઈડિયાના પ્લાન 2022ના અંત સુધીમાં અથવા 2023ની શરૂઆતમાં મોંઘા થઈ શકે છે. નવા ટેરિફથી કંપની માટે પ્રતિ વપરાશકર્તા સરેરાશ આવકમાં ઓછામાં ઓછો 1.9 ગણો વધારો થવાની ધારણા છે.વોડાફોન આઈડિયાને સબસ્ક્રાઈબર્સની દ્રષ્ટિએ ઘણું નુકસાન થઈ રહ્યું છે. તેના યુઝર્સ સતત ઘટી રહ્યા છે. ડિસેમ્બર 2021માં કંપનીના પ્લાન મોંઘા થયા બાદ તેના સબસ્ક્રાઈબર બેઝમાં લગભગ 30 મિલિયનનો ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત ટેરિફ મોંઘા થયા પછી પણ પ્રતિ વપરાશકર્તા સરેરાશ આવકમાં 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કંપનીની વર્તમાન ARPU 2020-21ના છેલ્લા ત્રિમાસિક ગાળામાં રૂ 121ની સામે રૂ115 છે.