વોટ્સએપ્પ સૌથી લોકપ્રિય મેસેજિંગ એપમાંની એક છે. આ જ કારણ છે કે હવે આ એપ દરેક યુઝરના સ્માર્ટફોનમાં હાજર છે. આના દ્વારા આપણે આપણા મિત્રો અને પ્રિયજનોને સંદેશા મોકલી શકીએ છીએ. વોટ્સએપ પર તમે માત્ર મેસેજ ફોટો કે વીડિયો જ નહીં મોકલી શકો પરંતુ આ એપ પર વીડિયો અને ઓડિયો કોલિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે.લોકો પાસે કૉલ કરવા માટે વધુ સમય નથી તેથી મોટાભાગના લોકો મિત્રો અને સંબંધીઓ સાથે વાતચીત કરવા માટે વોટ્સએપ્પનો આશરો લે છે.પરંતુ કેટલીકવાર એવી પરિસ્થિતિઓ હોય છે જ્યારે કોઈ તમને વોટ્સએપ્પ પર બ્લોક કરી દે છે. આ પછી ન તો તેમની સાથે વાત થઈ શકે છે અને ન તો તેમનું સ્ટેટસ દેખાઈ શકે છે. જો તમને પણ કોઈ વ્યક્તિ દ્વારા બ્લોક કરવામાં આવ્યા હોય અને તમે તેની સાથે વાત કરવા માંગો છો તો તમે તમારી જાતને અનબ્લોક કરી શકો છો અને તે વ્યક્તિને મેસેજ મોકલી શકો છો. આ માટે તમારે માત્ર કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે.જો કોઈએ તમને બ્લોક કર્યા છે અને તમે તેમની સાથે વાત કરવા માંગો છો તો તમારે તમારું વોટ્સએપ્પ એકાઉન્ટ ડિલીટ કરવું પડશે અને ફરીથી સાઇન અપ કરવું પડશે.
તે પછી તમે તે સંપર્ક નંબર પરથી આપમેળે અનબ્લોક થઈ જશો.એકાઉન્ટ ડિલીટ કરવાથી તમારું આખું બેકઅપ નષ્ટ થઈ શકે છે. તેથી પહેલા ખાતરી કરો કે તમારા માટે શું વધુ મહત્વનું છે.સૌથી પહેલા તમારા ફોનમાં વોટ્સએપ ઓપન કરો અને સેટિંગ્સ ઓપ્શનમાં જઈને એકાઉન્ટ પર ક્લિક કરો. અહીં તમને Delete My Account લખેલું દેખાશે તમારે ત્યાં ક્લિક કરવાનું રહેશે.અહીં તમારે કન્ટ્રી કોડની સાથે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે. આ સ્ટેપ પૂર્ણ કર્યા બાદ તમારે Delete My Account પર ક્લિક કરવાનું રહેશે.તે પછી વોટ્સએપ ખોલો અને ફરીથી એકાઉન્ટ બનાવો. તે પછી તમે અનબ્લોક થઈ જશો અને તમને ફરીથી બ્લોક કરનાર વ્યક્તિ સાથે વાત કરી શકશો.