ગૂગલ પોતાની સોશિયલ નેટવર્કિંગ સાઈટ Google+ ને બંધ કરવા જઈ રહ્યું છે. ગૂગલ પોતાની આ સાઈટને એક્સપેક્ટેડ ડેટ કરતાં ચાર મહિના પહેલા બંધ કરવાની છે. જેનું મુખ્ય કારણ નેટવર્કિંગ સાઈટમાં બીજી વખત થયેલો ડેટા લીક છે. ઓક્ટોબરમાં ગૂગલે Google+ને બંધ કરવાની જાહેરાત કરી હતી. એ વખતે કંપનીએ સિક્યોરિટી બગને લીધે જ Google+ને બંધ કરવાની વાત કરી હતી.
ઓક્ટોબરમાં સિક્યોરિટી બગને લીધે કંપનીના 500,00 યૂઝર્સની એકાઉન્ટ ઇન્ફોર્મેશન એક્સપોઝ્ડ થઈ ગઈ હતી. એ પછી Google+માં બીજીવાર ડેટા લીક થયો છે જેને પગલે હવે કંપની તેને એપ્રિલ 2019માં પહેલા જ બંધ કરી રહી છે. સિક્યોરિટી બગને લીધે ગૂગલ પ્લસના યૂઝર્સના ઇમેલ એડ્રેસ, નામ અને બિઝનેસની માહિતી પણ સાર્વજનિક થઇ ગઈ હતી.
એ વખતે જ ગૂગલે ઑગસ્ટ 2019 સુધીમાં પોતાની સોશિયલ નેટવર્કિંગ સાઈટ Google+ને બંધ કરી દેવાની જાહેરાત કરી દીધી હતી. જો કે હવે એક નવા સિક્યોરિટી ઇશ્યૂને લીધે 525 કરોડ યૂઝર્સને અસર થઇ હોવાથી સોમવારે ગૂગલે Google+ને 90 દિવસમાં જ બંધ કરવાનું એલાન કરી દીધું. એનો અર્થ એ છે કે એપ્રિલ 2019 સુધીમાં Google+ યૂઝર્સ માટે ડિસ્કન્ટીન્યૂ થઈ જશે.