જો તમે પણ એન્ડ્રોઇડ યુઝર છો અને મોબાઇલ એપ દ્વારા બૅંકની સેવાનો ઉપયોગ કરો છો તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. એક એન્ડ્રોઇડ માલવેયર એપ દ્વારા લગભગ 232 બેંકિંગ એપને પોતાનો શિકાર બનાવી ચૂકી છે. તેના ટાર્ગેટમાં ભારતીય બૅન્કો પણ છે આ માલવેયરનું નામ ‘Android.banker.A9480’ છે.
Quick Heal સિક્યોરિટી લેબે તેનો ખુલાસો કર્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે તે બૅંકિંગની વાસ્તવિક એપની જેમ જ લોગઇન અને પાસવર્ડ માગે છે અને ઓટીપી ડિટેક્ટ કરે છે અને પછી તેને માર્કેટિંગ અને ઉલ્ટા-સીધા સર્વર પર અપલોડ કરે છે. બેંકિંગ એપ્લિકેશન સિવાય આ એપ તમારા ફોનમાં હાજર ક્રિપ્ટોકરન્સી એપ પર પણ દેખરેખ રાખે છે
તેના દ્વારા નિશાન બનાવવામાં આવેલ ભારતીય બૅન્કોનું લિસ્ટ Quick Heal રજૂ કર્યું છે આ લિસ્ટમાં એક્સિસ મોબાઇલ, એચડીએફસી બેંક મોબાઇલ, મોબાઇલ બેન્કિંગ, SBI Anywhere Personal, HDFC Bank Mobile Banking LITE, આઇસીબીઆઇ બેન્કની iMobile, IDBI Bank GO Mobile+, IDBI Bankનું અભય, IDBI Bank GO Mobile, IDBI Bank mPassbook, Baroda mPassbook, Union Bank Mobile Banking અને Union Bank Commercial Clients જેવી એપનો સમાવેશ થાય છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.