શું તમે ઇચ્છો કે તમારૂ નામ પણ ગુગલ સર્ચમાં આવે ? લોકો તમને ઓળખતા થાય તો હવે ગુગલે આ સર્વિસ ચાલુ કરી દીધી છે. એક સારી ઓળખાણ ધરાવતી કંપની એ ભારતના લોકો માટે પીપલ કાર્ડ લોન્ચ કર્યું છે. આ ફિચર્સની મદદ થી યુજર્સને પોતાનું વિઝીટીંગ કાર્ડ બનાવવાની સુવિધા પણ મળશે આની મદદથી તમે કોઇ પણ વ્યક્તિને શોધી શકો છો આમાં દુનિયાને એજ જાણકારી મળશે જે તમે બતાડશો યુજર ગુગલ સર્ચ મા તમારી વેબસાઇટ સોશિયલ મીડિયા હેંડલ અને બીજી ઘણી જાણકારી પણ શેર કરી શકો છો ભારતમાં આની જરૂર વધુ એટલા માટે છે કે ભારતમાં એક વ્યક્તિનું નામ હોય તેવું જ બીજા વ્યક્તિનું પણ હોય છે પીપલ કાર્ડ તમે ત્યારે જ બનાવી શકો જ્યારે તમારી પાસે ગુગલ અકાઉન્ટ હોય આના માટે ગુગલ અકાઉન્ટ હોવું ખૂબ જરૂરી છે આના માટે યુઝરે મોબાઇલ નંબર પણ આપવો જરૂરી છે આ કાર્ડ બનાવવા માટે તમારે ફોટો વ્યવસાય લોકેશન અને બ્યુરો આપવાનું રહેશે.
