કેટલીક વાર લોકો કેહતા હોય છે કે પૈસા તો કઈ ઝાડ પાર ઉગે છે. આ વાત સાચી છે. ઝાડ પર જેમ પાંદડા, ફળ અને ફૂલ ઉગે તેમની જેમ જ હવે ઝાડ પર વીજળી પણ ઉત્પન્ન થઇ શકશે. વૈજ્ઞાનિકોએ એક એવું સાધન બન્વ્યું છે કે જે વીજળી પેદા કરી શકશે. જયારે હવા આ સાધનના માનવસજીત પાંદડા ને ટકરાશે ત્યારે વીજળી ઉત્પન્ન થશે.
આ ટેક્નિક અમેરિકાની ઇયવા યુનિવર્સિટીના શોધકર્તાઓ એ બનાવી છે. આનાથી લોકોને ઘરેલુ વસ્તુઓને ચાર્જ કરવામાં ઉપયોગી થશે. વૈજ્ઞાનિકોએ એક એવું સાધન બનાવ્યું છે કે જે ડાળી અને પાંદડાની જેમજ ઝાડ જોડે ચોંટી જશે. અને જયારે હવા આ સાધન કે જે એક કૃત્રિમ પાંદડા છે તેની જોડે ટકરાશે ત્યારે વીજળી ઉદ્ધભવશે.
આ સાધનને બનવનાર માઈકલ મેકક્લોસ્કી એ કહ્યું કે ફરતા વિન્ડ ટર્બાઇન બદલી શકાય નહીં, પરંતુ ટેકનોલોજી જેમ નાના મશીનો થી પવન ને વીજળી માં કન્વર્ટ કરી શકે જેના થી માર્કેટ માં ઘણો ફરક પડશે. એમને વધુમાં કહ્યું હતું કે આ ટેક્નિક એક સારો વિચાર છે અને આ સાધન દેખાવ માં પણ લોકોને પસઁદ આવશે. અને આ સાધનનો ઉપયોગ નાના તેમજ મોટા એમ બધા લોકો કરી શકશે. માઈકલે કહ્યું હતું કે ઝાડની જેમ દેખાતા આ સાધન વડે તમારી જરૂરિયાત પ્રમાણે વીજળી મળી શકશે? આ સવાલના જવાબમાં માઈકલે કહ્યું કે હા આ સંભવ છે. પરંતુ હજુ આ સાધનમાં હજુ કેટલાક સુધારા કરીશું અને આને હજુ વધારે વિક્સિત કરીશું.

Human hand touching illuminated lightbulb on gray background

SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.