અત્યાર સુધી તમારે Youtube પર આખું મૂવી જોવા માટે પૈસા આપવા પડતા હતા. બે ઓપ્શન મળે છે, કાં તો તમે ફિલ્મ રેન્ટ પર જોઈ શકો અથવા તેને ખરીદી શકો છો. જોકે, અમુક ફિલ્મ્સ તમે ફ્રી પણ જોઈ લેતા હશો જે સામાન્ય રીતે જૂની હોય છે. YouTubeમાં હવે ફેરફાર થવા જઈ રહ્યો છે અને કંપની નવું ફીચર લાવી રહી છે જેના હેઠળ યૂઝર્સ Youtube પર ફ્રીમાં ફિલ્મો જોઈ શકશે.
રિપોર્ટ અનુસાર, એક નવું ફિચર આવવા જઇ રહ્યુ છે, જેને ફ્રી ટૂ વૉચ કહેવામાં આવશે. જેના હેઠળ યૂઝર્સ ફ્રીમાં Youtube પર ફિલ્મ જોઇ શકશે. જોકે જોકે, ફ્રી ફિલ્મ્સમાં તમને જાહેરાત બતાવવામાં આવશે, પરંતુ ગૂગલે અત્યાર સુધી એ સ્પષ્ટ કર્યું નથી કે, એક ફિલ્મમાં કેટલી જાહેરાત હશે અને તેની ફ્રિક્વન્સી શું હશે.
એક રિપોર્ટ પ્રમાણે, Youtube પર ફ્રી મળતી ફિલ્મોમાં પોપ એડ્સ દેખાશે જે ફિલ્મ દરમિયાન સતત થોડા સમય પર દેખાતી રહેશે. આ ફિચરને કંપનીએ ઓક્ટોબરમાં જ શરૂ કર્યું હતું, પરંતુ આ ગયા અઠવાડિયાથી દેખાઈ રહ્યું છે