તમને જાણીને નવાઈ લાગશે કે 1,38,899 લોકો મંગળ જવા માંગે છે. તેમણે આ લાલ ગ્રહ પર જવા માટે ફ્લાઈટ પણ બુક કરાવી છે. નાસા In Sight મિશન 5 મે 2018ના રોજ લોન્ચ થવાનું છે. નાસાએ તાજેતરમાં જ આ મિશન માટે નામ નોંધાવનારા લોકોના બોર્ડિંગ પાસ ઓનલાઈન મોકલવામાં આવ્યા હતા.
આ નામ સિલિકોન વેફર માઈક્રોચિપ પર ઈલેક્ટ્રોન બીમની મદદથી કોતરવામાં આવશે. આ નામના લેટર્સ આપણા વાળ કરતા 1000 ગણા ઝીણા હશે. આ ચીપ યાનના આગળના ભાગમાં લગાવવામાં આવશે. રસપ્રદ વાત એ છે કે ભારતમાંથી પણ અનેક લોકોએ આ માર્સ મિશનમાં રસ દાખવ્યો છે. નાસાને આખા વિશ્વમાંથી કુલ 24,29,807 અરજી મળી છે.
નાસાના ડેટા અનુસાર આખા વિશ્વમાં ભારતનું સ્થાન ત્રીજુ છે. સૌથી વધારે 6,76,773 અરજી યુ.એસમાંથી આવી છે જ્યારે ચીનમાંથી 2,62,752 અરજી આવી છે. ભારતનો ક્રમ ત્રીજો છે. સ્પેસ એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ આ કોઈ ચોંકાવનારી વાત નથી. પરંતુ ભારતમાંથી આટલી બધી અરજી આવી તે ખરેખર ધ્યાન દોરે તેવી વાત છે.
ભારતીયોનો મંગળમાં રસ વધ્યો છે તેના મુખ્ય બે કારણ છે. એક તો ભારતનું સફળ મંગળયાન મિશન અને ભારત તથા યુ.એસ વચ્ચે મજબૂત થયેલા સંબંધો.