નવો ફોન ખરીદનારા ગ્રાહકો માટે ઓક્ટોબર મહિનો સારો રહેવાનો છે. Vivo અને Google બંને 4 ઓક્ટોબરે નવા ફોન લોન્ચ કરશે. આ ફોનમાં અનેક આકર્ષક ફીચર્સ હોઈ શકે છે. Google તેની Google Pixel સિરીઝ લૉન્ચ કરવા જઈ રહ્યું છે અને Vivo પણ તેની V29 સિરીઝ 4 ઑક્ટોબરે લૉન્ચ કરવા જઈ રહ્યું છે. કુલ મળીને 4 સ્માર્ટફોન આવવાના છે. આવો જાણીએ આ ફોન વિશે…
Vivo V29 સિરીઝ
Vivo ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ભારતમાં Vivo V29 અને Vivo V29 Pro સ્માર્ટફોન લોન્ચ કરવા માટે તૈયાર છે. આ સ્માર્ટફોન દેશમાં 4 ઓક્ટોબરે બપોરે 12 વાગ્યે લોન્ચ થશે. તમે તેને Vivoની સત્તાવાર વેબસાઇટ, ફ્લિપકાર્ટ અને ઑફલાઇન રિટેલ સ્ટોર્સ પરથી ખરીદી શકશો. તે ત્રણ અલગ-અલગ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ હશે – હિમાલયન બ્લુ, મેજેસ્ટિક રેડ અને સ્પેસ બ્લેક.
આ સ્માર્ટફોનમાં 4,600mAh બેટરી છે, જે 80W ફાસ્ટ ચાર્જર સાથે આવે છે. આનો અર્થ એ છે કે તે 18 મિનિટમાં 50% ચાર્જ થઈ શકે છે અને માત્ર 50 મિનિટમાં સંપૂર્ણ ચાર્જ થઈ શકે છે.