નવી દિલ્હી : જો લોકડાઉન વચ્ચે કંટાળો વધતો જાય છે, તો હવે વોટ્સએપ (WhatsApp) એમાંથી બહાર આવવા માટે તમારા માટે એક શ્રેષ્ઠ સુવિધા લાવ્યું છે. હવે તમે ઘરે બેઠા માત્ર એક સાથે નહીં પણ ઘણા લોકો સાથે ચેટ કરી શકો છો, તમે ભારતની સૌથી લોકપ્રિય એપ્લિકેશનથી માત્ર ગપસપ જ નહીં, પરંતુ ઓફિસના વિડીયો કોલ પણ કરી શકો છો.
વોટ્સએપનો ગ્રુપ Video ચેટ શરૂ
ફેસબુક હેઠળ કામ કરનારી એક કંપની વોટ્સએપે લોકડાઉનની વચ્ચે સામાન્ય લોકોને એક મોટી સુવિધા આપી છે. કંપનીએ ઘોષણા કરી દીધી છે કે હવે કોઈ પણ યુઝર તેમના વ્હોટ્સએપ ગ્રુપમાંના લોકો સાથે વીડિયો ચેટ કરી શકે છે. એક સમયે ફક્ત ચાર જ લોકો સ્ક્રીન પર જોઇ શકાય છે. પરંતુVideo ચેટ સમગ્ર ગ્રુપ માટે હોઈ શકે છે. આ કંપની તરફથી પણ ટ્વીટ કરવામાં આવ્યું છે.
ગ્રુપ વિડીયો ચેટિંગ કેવી રીતે કરવું
કંપની અનુસાર, તમે તમારા કોઈપણ વોટ્સએપ ગ્રુપ પર જઈ શકો છો અને ત્યાં વીડિયો આઇકોન દબાવો. આ પછી, ગ્રુપના દરેક લોકો પાસે નોટિફિકેશન્સ જશે અને તમે તમારી પસંદ મુજબ 3 વ્યક્તિને પસંદ કરી શકો છો. જેને તમે જોવા માંગો છો. જોકે, ગ્રુપના બધા સભ્યો તમારી વાત સાંભળી શકશે.