આજથી તમે તમારા મોબાઇલ નંબરને આધાર સાથે ઘરબેઠાં જ લિન્ક કરી શકશો. તમામ મુખ્ય કંપનીઓએ શુક્રવારથી તેમની વેબસાઇટ પર અા સેવા શરૂ કરી છે. તમારા મોબાઇલને આધાર સાથે લીન્ક કરવા માટે તમે તમારાં લેપટોપ અને ડેસ્કટોપનો ઉપયોગ કરી ઘરબેઠાં જ સમગ્ર પ્રક્રિયા કરી શકશો. તમારે હવે લાઇનમાં ઉભા રહેવાની કે કંપનીઅોના ધક્કા ખાવાની જરૂર નથી.
જો તમારો મોબાઇલ નંબર બદલાયો છે અથવા જૂનો સંખ્યા મોબાઇલ આધાર સાથે લિન્ક છે તો તે પણ તમે તમારા નવા નંબરને અાધાર સાથે લિન્ક કરી શકો છો.
સૌ પ્રથમ યુઅાઈએડીઅાઈની વેબસાઈટ પર જઈ તમારો મોબાઈલ નંબર સબમિટ કરો, ત્યાર બાદ મોબાઈલ કંપની તરફથી ઓટીપી અાપવામાં અાવશે. ઓટીપી સબમિટ કરશો તો વેબસાઈટ પર એક મેસેજ અાવશે, ત્યાર બાદ તમારો અાધાર નંબર નાખો, અાધાર નંબર મળતાજ કંપની યુઅાઈએડીઅાઈને ઓટીપી માટે રિકવેસ્ટ મોકલશે. યુઅાઈએડીઅાઈ ફરી રજીસ્ટર્ડ થયેલા નંબર પર ઓટીપી મોકલશે. ત્યાર બાદ ઉપભોક્તાને તેમની ઈ-કેવાયસીની માહિતી સબમિટ કરવાની રહેશે. ઓટીપી સબમિટ કરતા સ્ક્રિન પર મેસેજ અાવી જશેે કે તમારો નંબર અાધાર સાથે વેરિફાઈ થઈ ગયો છે. અા રીતે તમારો મોબાઈલ નંબર અાધાર સાથે અોનલાઈન લીન્ક કરી શકાશે. પોસ્ટપેઈડ અને પ્રી-પેઈડ ગ્રાહકો અોનલાઈન અાધાર સાથે મોબાઈલ નંબર લીન્ક કરી શકશે.