નવી દિલ્હી : એરોગ્ય સેતુ (Aarogya Setu) એપ્લિકેશન પહેલા પણ વિવાદોમાં રહી છે. હવે ફરીથી આ એપ્લિકેશન વિશે વિવાદ છે. સવાલ એ છે કે, આયોગ્ય સેતુ એપ કોણે બનાવી?
અહેવાલો આવ્યા હતા કે આરટીઆઈ ફાઇલ કરવા છતાં મંત્રાલયે આરોગ્ય સેતુ એપ્લિકેશન કોણે બનાવી છે તે અંગેની માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો.
સીઆઈસી (CIC)એ કારણદર્શક નોટિસ ફટકારી હતી અને તે પછી સરકાર દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. સરકારે કહ્યું છે કે આ એપ્લિકેશનને ખાનગી ક્ષેત્રના સહયોગથી સરકારે તૈયાર કરી છે.
નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર એટલે કે એનઆઈસી ઇલેક્ટ્રોનિક્સ મંત્રાલય હેઠળ આવે છે. આરટીઆઈથી બહાર આવ્યું છે કે સરકારની આ એજન્સી પાસે આયોગ્ય સેતુ એપ્લિકેશન કોણે બનાવી છે તે વિશે માહિતી નથી.
રાષ્ટ્રીય સૂચના કેન્દ્રે આ આરટીઆઈના જવાબમાં કહ્યું હતું કે તેની પાસે માહિતી નથી. ઇન્ફોર્મેટિક્સ સેન્ટર એક સરકારી એજન્સી છે જે સરકારી વેબસાઇટ્સ અને એપ્લિકેશંસનું ઉત્પાદન કરે છે. એનઆઈસી એ આરોગ્ય્ય સેતુ એપ્લિકેશનના વિકાસકર્તાનું નામ છે.
Clarification issued on Aarogya Setu App. Aarogya Setu App is a product of Government of India built in collaboration with the best of the minds of Industry & Academia. Worlds largest contact tracing App, appreciated by WHO also. #SetuMeraBodyguard #IndiaFightsCorona pic.twitter.com/mbhQ4pTuZw
— Aarogya Setu (@SetuAarogya) October 28, 2020
આરટીઆઈના જવાબ બાદ સીઆઈસીએ નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર એટલે કે એનઆઈસીને શો કોઝ નોટિસ પણ આપી હતી.
આરટીઆઈ ફાઇલિંગ પછી, સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશન, સીઆઈસીએ એનઆઈસીને સ્પષ્ટ કરવા જણાવ્યું હતું કે જો ડેવલોપર તરીકે આરોગ્ય સેતુ એનઆઈસી છે, તો તેઓ કેમ જાણતા નથી કે આ એપ્લિકેશન કોણે બનાવી છે. આરોગ્ય સેતુ એપ્લિકેશન અંગે શો કોઝ નોટિસ પછી સરકારની પ્રતિક્રિયા આવી છે.