નથિંગ ફોન 1 પછી, કંપની એક નવી પ્રોડક્ટ લઈને આવી રહી છે. બ્રાન્ડે આ પ્રોડક્ટને પણ ટીઝ કરી છે, જે કંપનીની પહેલી ડિવાઇસ સીરીઝ છે. કંપની એક નવું ઈયરબડ લોન્ચ કરવા જઈ રહી છે. લંડન ફેશન વીકમાં ઈયર સ્ટીકને ટીઝ કરાયું હતું..
નવી સિલેન્ડરિક ડિવાઇસ, લિપસ્ટિક ટ્યુબ જેવા ચાર્જિંગ કેસ સાથે આવી રહ્યાં છે. અગાઉ, કંપનીએ નથિંગ ઇયર 1 માં સ્ક્વેર કેસ આપ્યું હતું, જે ટ્રાન્સપરન્ટ ડિઝાઇન સાથે આવે છે.
નથિંગ ઈયર સ્ટીક ક્યારે લોન્ચ થશે?
ઈયર સ્ટિક એક નવી પ્રોડક્ટ છે. તેને એક નવું ચાર્જિંગ કેસ અને નવા બડ્સ મળશે. કંપનીએ જણાવ્યું છે કે આ પ્રોડક્ટ પાંખો જેવી લાઇટ વ્હેઇટ હશે અને ‘સુપ્રીમ કમ્ફર્ટ ઇકોનોમિક ડિઝાઇન’ સાથે આવે છે.
કંપનીએ નથિંગ ઈયર સ્ટિકની કિંમત, સ્પેસિફિકેશન અને ઉપલબ્ધતા અંગે કોઈ માહિતી આપી નથી. આ પ્રોડક્ટ વર્ષના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવશે. અગાઉ આ ડિવાઇસ એમેઝોન પર જોવા મળી હતી.
ભારતમાં પણ લોન્ચ કરવામાં આવશે
રિપોર્ટ્સ અનુસાર, BIS સર્ટિફિકેશન વેબસાઇટ પર લિસ્ટિંગમાં નથિંગની આ પ્રોડક્ટ જોવામાં આવી છે. એટલે કે તેને ભારતમાં પણ લોન્ચ કરવામાં આવશે. તાજેતરમાં કંપનીએ તેનો પહેલો સ્માર્ટફોન નથિંગ ફોન 1 લોન્ચ કર્યો છે. બીજી તરફ નથિંગ ઈયર 1 એ કંપનીનું પ્રથમ ઉત્પાદન છે, જે વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.
આમાં તમને પારદર્શક ડિઝાઇન મળે છે. કંપનીના જણાવ્યા અનુસાર આ પ્રોડક્ટના ચાર લાખથી વધુ યુનિટ વિશ્વભરમાં વેચાયા છે. તાજેતરમાં લોન્ચ થયેલો નથિંગ ફોન 1 ફ્લિપકાર્ટ સેલમાં ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ છે. તમે આ ફોનને અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતમાં ખરીદી શકો છો..