નવી દિલ્હી : ખાનગી ટેલિકોમ કંપની એરટેલ (ભારતી એરટેલ) એ પોતાના ગ્રાહકો માટે એક નવું પ્રિપેઇડ ડેટા પેક લોન્ચ કર્યું છે. આ નવી ડેટા પ્લાનમાં, એરટેલ વપરાશકર્તાઓને ડેટા ઉપરાંત એક વર્ષ માટે ડિઝની પ્લસ હોટસ્ટાર વીઆઇપીનું મફત સબ્સ્ક્રિપ્શન મળશે. 3 જીબી ડેટા પ્લાન સાથેનો આ પ્લાન 28 દિવસ માટે માન્ય રહેશે. આ પ્લાનની કિંમત 401 રૂપિયા છે.
આ પલાન્સ પર સારી ઓફરો ઉપલબ્ધ
એરટેલ 249 રૂપિયાનો ડેટા પ્લાન પણ આપે છે, જેમાં ડેટાના 2 જીબી, ગ્રાહકોને 28 દિવસ માટે એમેઝોન પ્રાઇમની મેમ્બરશિપ મળે છે. 349 રૂપિયાના આ પ્લાનમાં, ગ્રાહકોને ઝી 5 પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન અને એરટેલ એક્સસ્ટ્રીમ સામગ્રીની એક્સેસ પણ મળશે.