નવી દિલ્હી : ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) ના લેટેસ્ટ ડેટા મુજબ, ભારતીય ટેલિકોમ માર્કેટે મે મહિનામાં એક રસપ્રદ તસવીર રજૂ કરી હતી, જેમાં ભારતી એરટેલે (Airtel) 46.13 લાખ મોબાઇલ સર્વિસ ગ્રાહકો ગુમાવ્યા હતા. તે જ સમયે, તેના હરીફ રિલાયન્સ જિયો (Jio)ની સંખ્યામાં 35.54 લાખ ગ્રાહકોનો વધારો થયો છે. એકંદરે, ભારતીય મોબાઇલ માર્કેટમાં મે મહિનામાં 62.7 લાખ વપરાશકર્તાઓનો ઘટાડો જોવા મળ્યો.
એરટેલના આટલા લાખ ગ્રાહકો ઘટ્યા
તે જ સમયે, જિયોએ 35.54 લાખ મોબાઇલ વપરાશકર્તા ઉમેર્યા, જેની સાથે તેના ગ્રાહકોની સંખ્યા વધીને 43.12 કરોડ થઈ ગઈ. મે મહિનામાં, એરટેલ અને વોડાફોન-આઇડિયા બંનેએ મોટી સંખ્યામાં ગ્રાહકો ગુમાવ્યા. ટ્રાઇ દ્વારા મે મહિના માટે જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, એરટેલે 46.13 લાખ મોબાઇલ વપરાશકર્તાઓ ગુમાવ્યા છે અને તેના ગ્રાહકોની સંખ્યા ઘટીને 34.8 કરોડ થઈ ગઈ છે.
વોડાફોન-આઇડિયાએ એટલા ગ્રાહકો ગુમાવ્યા
આ સિવાય વોડાફોન આઈડિયાના મોબાઈલ ગ્રાહકોની સંખ્યા 42.8 લાખ યુઝર્સ ઘટ્યા છે. જે બાદ તેના યુઝર્સની સંખ્યા ઘટીને 27.7 કરોડ થઈ ગઈ છે. ભારતના કુલ મોબાઇલ સબ્સ્ક્રાઇબર્સમાં 62.7 લાખ નો ઘટાડો થયો છે અને આ સાથે દેશમાં કોવિડ -19 ની બીજી લહેર વચ્ચે મોબાઇલ ફોન સર્વિસ ગ્રાહકોની સંખ્યા 117.6 કરોડ થઈ ગઈ છે.