રિલાયન્સ જિયો સહિત દેશની અન્ય મોટી ટેલિકોમ કંપનીઓ જેવી કે વોડાફોન-આઇડિયા અને એરટેલ પોતાના ટેરિફને મોંઘુ કરવા જઇ રહી છે. વોડાફોન-આઇડિયા અને એરટેલના વધેલા ભાવ 1 ડિસેમ્બરથી લાગુ થઇ જશે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ટેરિફમાં કંપનીઓ 15થી 20 ટકાનો વધારો કરી શકે છે. યુઝર્સને મોંઘા ટેરિફનો ઝાટકો ન લાગે તે માટે કંપનીઓ નવી-નવી રીતો અપનાવી રહી છે.
તેમાંથી જ એક છે પ્રી-પેઇડ પ્લાન્સ ક્યૂ કરવા. તેનો અર્થ એ છે કે યુઝર્સ પોતાના વર્તમાન પ્લાનની વેલીડીટી પૂરી થતાં પહેલાં જ બીજા પ્લાનને ક્યૂમાં રાખી શકે છે જેથી પ્લાન એક્સપાયર થાય તો તે ઓટોમેટિકલી એક્ટિવિટે થઇ જાય. તેની ખાસ વાત એ છે કે યુઝર્સ વર્તમાન રેટ્સ પર એક નહી પરંતુ અનેક પ્લાન્સ ક્યૂ કરી શકે છે. રિલાયન્સ જિયોએ તેની શરૂઆત કરી અને હવે એરટેલ પણ તેના પગલે છે.
લૉન્ગ ટર્મ પ્લાન્સ કરો ક્યૂ
મોંઘા ટેરિફ લાગુ થયાં બાદ એરટેલ નંબરને રિચાર્જ કરવા માટે વધુ રૂપિયા ખર્ચ નહી કરવા પડે. કંપની ટેરિફ ચાર્જમાં 20 ટકા સુધીનો વધારો કરી શકે છે. તેવામાં 199 રૂપિયાના પ્રીપેડ પ્લાનની કિંમત 1 ડિસેમ્બરથી 218 રૂપિયા થઇ શકે છે. યુઝર્સની સુવિધા માટે એરટેલ પ્લાન્સને ક્યૂ કરવાની સુવિધા આપવામાં આવી રહી છે.
કોમ્બો પ્લાન્સ માટે ઑફર
એરટેલ આ ઑફર માત્ર કોમ્બો પ્લાન્સ પર આપી રહી છે. એટલે કે જો કોઇ યુઝરનો હાલનો પ્લાન 245 રૂપિયામાં આવતો સ્માર્ટ રિચાર્જ પ્લાન હોય તો તે પોતાના નંબર પર કોઇ અનલિમિટેડ કોમ્બો પ્લાન્સને ક્યૂ ન કરી શકે. તેવામાં જો કોઇ સ્માર્ટ રિચાર્જ પ્લાનનો યુઝર પ્લાન ક્યૂ કરવા માટે કોમ્બો પ્લાનથી રિચાર્જ કરે તો પ્લાન ક્યૂ થવાવા બદલે તરત જ એક્ટિવ થઇ જશે.
પ્લાનને આ રીતે કરો ક્યૂ
પ્લાન ક્યૂ કરવા માટે તમારો વર્તમાન પ્લાન અનલિમિટે કોમ્બો પ્લાન હોય તો તમે આગામી કોમ્બો પ્લાનને ક્યૂ કરી શકે છે. તેના માટે તમે એરટેલ થેક્સ એપ કે કોઇપણ રિચાર્જ પોર્ટલ પર જઇ શકો છો. રિચાર્જ કરવા પર એરટેલ નવા પ્લાનને તરત જ એક્ટિવ નહી કરે પરંતુ તે વર્તમાન પ્લાનની વેલીડીટી દેખાડશે અને કહેશે કે અપકમિંગ પ્લાન વર્તમાન પ્લાનના એક્સપાયર થવા પર એક્ટિવેટ થશે.