Reliance Jio પોતાના હરિફોને પછાડતા 4G સ્પીડના મામલે દેશમાં ટૉચના સ્થાને છે અને દેશના દરેક ક્ષેત્રમાં 95 ટકાથી વધારે સમય સુધી ટેસ્ટર્સને LTE સિગ્નલ પુરુ પાડવામાં સફળ રહી છે. તેવામાં 6MBPS ડાઉનલોડ સ્પીડ સાથે Airtel સ્પીડના મામલે સ્પષ્ટરૂપે વિજેતા સાબીત થયુ છે અને અા મામલે Jioને પાછળ રાખી Airtel અાગળ ધપી ચુક્યુ છે.
લંડનની સંસ્થા ઓપનસિગ્નલ સમગ્ર દુનિયામાં ક્રાઉડસૉર્સ દ્વારા વાયરલેસ કરવેજની મેપિંગ કરનાર વિશેષજ્ઞ કંપની છે. ઓપનસિગ્નલના સ્પીડ મેટ્રિક્સ રિપોર્ટ દ્વારા આ માહિતી પ્રાપ્ત થઇ છે. કંપનીએ જણાવ્યું કે ભારતમાં 4Gની ઉપલબ્ધતાના મામલે Jio 27 ટકા વધુ કવરેજ સાથે હરિફ કંપનીઓ કરતાં આગળ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જિયોની LTE પહોંચ સતત સુધરી રહી છે અને હાલ તે 96 ટકા કવરેજ પૂરુ પાડી રહી છે. જે ભારતમાં સૌથી વધુ છે.
રિપોર્ટ અનુસાર નેટવર્ક કવરેજના મામલે જિયો બાદ 68 ટકા સાથે Vodafon, 68 ટકા સાથે Idea અને 66 ટકા સાથે Airtel છે. મોબાઇલ ડેટા કનેક્શનમાં વોડાફોન સૌથી આગળ છે. તેની 3G અને 4G લેંટેસી સૌથી ઓછી છે. ઓછી લેંટેસી રહેવાના કારણે વેબ પેજ જલ્દી ખૂલે છે અને વીડિયો ચેટમાં મુશ્કેલી નથી આવતી.