એરટેલે એક વખત ફરી જિયોને ટોર્ગેટ કરવા માટે એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. સાથે જ એરટેલ દ્વારા 349 રૂપિયાવાળો જૂનો પ્લાન અપડેટ કરવામાં આવશે.349 રૂપિયાવાળો પ્લાન પહેલાં જયારે 2.5 GB ડેટા મળ્યા હતા, ત્યારે હવે આ યોજનામાં 3 GB ડેટા મળ્યા છે.કંપનીએ 649 રૂપિયા અને 449 રૂપિયાવાળો પ્લાન લોન્ચ કર્યો હતો.
તો 249 રૂપિયા નવા પ્લાન વિશે જાણીએ. આ એક પ્રી-પેડ પ્લાન છે જેની માન્યતા 28 દિવસ છે.આ યોજનામાં 28 દિવસ સુધી 2 જીબી ડેટા અને તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળશે. રોજ 2 જીબી ડેટા ઉપરાંત આ પ્લેન રોમિંગ દરમિયાન પણ આઉટગોઇંગ ફ્રી છે અને 100 એસએમએસ પણ મળશે.
એરટેલનો આ પ્લાનની સરખામણી જિયોના 198 રૂપિયાવાળો પ્લાન સાથે થશે જેમાં 28 દિવસ માટે 56 જીબી ડેટા અને અનલિમિટેડ કોલિંગ મળે છે.અગાઉ એરટેલે પ્રી-પેડ ગ્રાહકોને 499 રૂપિયાનો પ્લાન રજૂ કર્યો હતા જેમાં 82 દિવસો સુધી 2 જીબી 4 જી હાઈસ્પીડ ડેટા અને અનલિમિટેડ કોલિંગ મળ્યા હતા.આ પ્લાનમાં રોજ 100 એસએમએસ અને રોમિંગ કોલિંગ પણ ફ્રી છે.આ પ્લાનની ખાસ બાબત એ છે કે આ દરરોજ કોલિંગની કોઈ સીમા નથી.