૧ર જૂનથી અમદાવાદના ૩૦ લાખથી વધુ અને રાજ્ય ભરના પોસ્ટ ઓફિસ ખાતાધારકોને બેન્કની તમામ ડિજિટલ સેવાઓનો ઓનલાઇન લાભ મળતો થઇ જશે. ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેન્ક સાથે લિંક કરવાની સરકારે પરવાનગી આપી દેતાં હવે પોસ્ટ ઓફિસ ખાતાધારક પણ પોતાનાં ખાતામાંથી બીજા ખાતામાં ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરી શકશે એટલું જ નહીં ખાતેદાર દેશના કોઇપણ ખૂણેથી નાણાં ઉપાડી જે જમા કરાવી શકશે. પોસ્ટ ઓફિસ ખાતાધારક એનઇએફટી, આરટીજીએસ અને અન્ય વૈકલ્પિક મની ટ્રાન્સફર સુવિધાનો લાભ લઇ શકશે. પોસ્ટ ઓફિસ ખાતાધારક એટીએમનો ઉપયોગ કરી શકશે તેના માટે તેણે એટીએમ સુવિધા માટેનો કોઇ ચાર્જ નહીં આપવો પડે. પોસ્ટ ઓફિસ ખાતાધારકને મોબાઇલ એલર્ટ (મેસેજ) આપશે તેનો પણ કોઇ ચાર્જ લેવામાં નહીં આવે, ક્વાર્ટરલી બેલેન્સ મેન્ટેન કરવા માટે ખાતાધારકને કોઇ ચાર્જ આપવો પડશે નહીં. ખાતાધારકને પોસ્ટ ઓફિસ ઇ-બેન્કિંગ સાથે ક્રેડિટ કાર્ડની સુવિધા પણ આપશે. અન્ય બેન્કોની સરખામણીએ પોસ્ટ ઓફિસ તેમના ખાતાધારકોને વધારે વ્યાજ આપે તેવી શકયતા છે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.