YouTube એ ખૂબ જ લોકપ્રિય વિડિઓ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે. તેના પર વિડીયો જોતી વખતે ઘણી બધી એડી પણ આવે છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલી પડે છે. જો કે, તમે YouTube પર એડ ફ્રી એક્સપિરિયન્સ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરી શકો છો. પરંતુ, એવી ઘણી એપ્સ છે જ્યાં તમે YouTube પ્રીમિયમની ફિચર્સનો મફતમાં આનંદ લઈ શકો છો.
અહીં અમે YouTube Vanced એપ વિશે વાત કરી રહ્યા છીએ. આની મદદથી યુઝર્સ એડ ફ્રી યુટ્યુબ વીડિયો જોઈ શકે છે. આમાં કોઈ સબસ્ક્રિપ્શન ફી ચૂકવવાની નથી. થોડા મહિના પહેલા કંપની દ્વારા આ સેવા બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
પરંતુ YouTube Vanced હજુ પણ મોટાભાગના યુઝર્સ માટે કામ કરી રહ્યું છે. તેની લોકપ્રિયતા પણ ખૂબ જ ઝડપથી વધી છે. એક રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં લાખો લોકો આ એપનો ઉપયોગ કરે છે. પરંતુ, ગૂગલ તરફથી લીગલ નોટિસ મળ્યા બાદ કંપનીએ આ સર્વિસ બંધ કરવાની જાહેરાત કરી હતી.
લોકો આ એપને થર્ડ પાર્ટી એપ ડાઉનલોડર સાઇટ પરથી સરળતાથી ઇન્સ્ટોલ કરી શકે છે. તેને એન્ડ્રોઇડ ફોન્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. જોકે, કંપનીએ થોડા સમય પહેલા એક ટ્વીટમાં કહ્યું હતું કે લીગલ નોટિસના કારણે આવનારા સમયમાં આ એપની ડાઉનલોડ લિંક હટાવી દેવામાં આવશે.
YouTube Vanced શું છે અને તે શા માટે બંધ થઈ રહ્યું છે?
YouTube Vanced એ થર્ડ પાર્ટી Android એપ્લિકેશન છે. લોકો તેનો ઉપયોગ મૂળ YouTube એપ્લિકેશનના ઓપ્શન તરીકે કરે છે. જાહેરાતોને બ્લોક કરવા ઉપરાંત તે બેકગ્રાઉન્ડ પ્લે, પિક્ચર-ઇન-પિક્ચર, ડાર્ક થીમ, ડિસ્લાઇક બટન જેવી ઘણી પ્રીમિયમ ફિચર્સ પ્રદાન કરે છે.
YouTube Vanced સિવાય, આવી બીજી ઘણી એપ્સ છે.
YouTube Vanced સિવાય, બીજી ઘણી એપ્સ છે જે આવી ફિચર્સ મફતમાં પ્રદાન કરે છે. આમાં ન્યુપાઈપ અને સ્કાયટ્યુબ અત્યારે ખૂબ જ લોકપ્રિય છે. આની મદદથી યુઝર્સ સબસ્ક્રિપ્શન વિના યુટ્યુબ પ્રીમિયમનો ઉપયોગ કરી શકે છે.