ગૂગલે પોતાની નવી ઓપરેટિંગ સિસ્ટમ Android Qના ઓફિશિયલ નામનું એલાન કરી દીધું છે. આ વખતે ગૂગલે પોતાની પરંપરાને તોડતા પોતાની OSનું નામ કોઈ મીઠી વસ્તુ પર નહીં પણ તેને ‘Android 10’ રાખ્યું છે. આ નવી OSના ઘણા ડેવલોપર્સ સુધી પહોંચવા અને બીટા વર્ઝન પર ટેસ્ટિંગ બાદ, તેના કેટલાક ફીચર્સ વિશે ખુલાસો થઈ ગયો છે. તો આવો જાણીએ કે નવા ફીચર્સથી કઈ રીતે બદલાઈ જશે તમારો સ્માર્ટફોન…
Dark Mode: આ ફીચરને પહેલા પબ્લિક બીટાની સાથે રિલીઝ કરવામાં આવ્યું હતુ અને તે વિશે IO ડેવલોપર કોન્ફ્રેંસમાં પણ કન્ફર્મ કરવામાં આવ્યું. સ્માર્ટફોનમાં એન્ડ્રોઈડ 10ના આવવાથી તમે તમારી મરજીથી ડાર્ક મોડને ઈનેબલ કરી શકશો, જેનાથી તમારી બેટરી ક્ષમતા પણ વધી જશે.
Fast Share: ગૂગલ એક નવું ફીચર લાવી રહ્યું છે, જેનાથી યૂઝર્સ કોઈપણ ફાઈલને સરળતાથી શેર કરી શકશે. આ ફીચરને ‘Fast Share’ નામ આપવામાં આવ્યું છે.
Battery Indicator: હાલમાં આપણી પાસે જે ફોન આવી રહ્યાં છે તેમાં બેટરી પર્સેન્ટેજ દેખાડે છે, પરંતુ એન્ડ્રોઈડ 10 આવ્યા પછી તમે જાણી શકશો કે તમારા ફોનની બેટરી કેટલી ચાલશે. ઉદાહરણ તરીકે OS તમને ટેક્સ્ટ દેખાડશે જેના પર લખ્યું હશે ‘Until 1PM’ એટલે કે 1 વાગ્યા સુધી બેટરી ચાલશે.
Colorful themes: એન્ડ્રોઈડ 10 આવ્યા બાદ તમારા સ્માર્ટફોનની થીમ્સને બદલી શકાશે. કલરફુલ થીમ્સ સાથે UIમાં પણ ચેન્જ જોવા મળશે.
WiFi: તમારા સ્માર્ટફોનમાં OSના લેટેસ્ટ વર્ઝન Android 10ના આવ્યા પછી તમે પાસવર્ડ વગર પણ WiFi કનેક્ટ કરી શકશો. એટલે કે કનેક્ટ કરવા માટે યૂઝર્સને વારંવર પાસવર્ડ ટાઈપ નહીં કરવો પડે. તેની માટે ફક્ત ક્યૂઆર કોડ સ્કેન કરવાનો રહેશે.
Third Party Apps Camera: થર્ડ પાર્ટી એપ્સને ફોટો ક્લિક ક્લિક કરવા પર એન્ડ્રોઈડ 10 યૂઝર્ને અદભૂત ફોટો ક્વોલિટી પ્રદાન કરશે. નવી OSથી યૂઝર ડેપ્થ કન્ટ્રોલ કરી શકે છે, બોકેહને ઓછું વધારે કરી શકશો.
Audio-Video Format: એન્ડ્રોઈડના નવા વર્ઝનમાં ઓપન સોર્સ વીડિયો codec AV1ને સપોર્ટ કરશે. તેનો મતલબ કે સ્માર્ટફોન પર હાઈ ક્વોલિટી વીડિયો કોન્ટેંટ અને વીડિયોના ઘણા પ્રકારના ફોર્મેટ જોઈ શકાશે.
Alert Option: નવી ઓપરેટિંગ સિસ્ટમમાં કોઈ પણ એપને થોડા સમય સુધી ટેપ કરવાથી નોટિફિકેશન બ્લોક કરવા જેવા જરૂરી ઓપ્શન જોવા મળશે.
Desktop Mode: એન્ડ્રોઈડ ક્યૂ બીટા 10 આવ્યા બાદ તમે તમારા ફોનને ડેસ્કટોપથી કનેક્ટ કરી શકશો. જો કે આ વિશે વધારે કોઈ જાણકારી મળી નથી.
Foldable Phone UI: ગૂગલે જાહેરાત કરી હતી કે Android 10 ફોલ્ડેબલ સ્ક્રિન માટે અલગથી UI સપોર્ટ કરશે. ડ્યૂઅલ ડિસ્પ્લેના હિસાબથી UI એલિમેન્ટ પોતાની જાતે બદલાઈ જશે.