Apple
એપલનું આગામી 3 વર્ષનું પ્લાનિંગ લીક થયું છે. કંપની આગામી 3 વર્ષમાં iPhone SE 4, ફોલ્ડેબલ iPhone, સસ્તું વિઝન પ્રો સહિત ઘણા બધા ઉપકરણો બજારમાં લોન્ચ કરી શકે છે.
એપલ આગામી 3 વર્ષમાં કઇ પ્રોડક્ટ્સ લોન્ચ કરશે તેનો ખુલાસો થયો છે. એપલનું આગામી 3 વર્ષનું પ્લાનિંગ ઓનલાઈન લીક થયું છે, જેમાં iPhone SE 4, ફોલ્ડેબલ iPhone સહિત અનેક પ્રોડક્ટ્સની વિગતો સામે આવી છે. ગયા વર્ષે એપલે iPhone 15 સિરીઝ તેમજ વૉચ સિરીઝ 9 અને Vision Pro જેવા ડિવાઇસ માર્કેટમાં લૉન્ચ કર્યા હતા.
3 વર્ષનું આયોજન લીક થયું
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક ટિપસ્ટરે એપલના આગામી 3 વર્ષ માટેના આયોજનને લીક કર્યું છે. ટિપસ્ટર અનુસાર, અમેરિકન કંપની વિઝન પ્રો વીઆર હેડસેટ તેમજ OLED ડિસ્પ્લે, iPhone SE 4, ફોલ્ડેબલ iPhone, OLED પેનલ સાથે MacBook સહિત ફોલ્ડેબલ આઈપેડ લોન્ચ કરી શકે છે.
iPhone SE 4
iPhone SE 4 વિશે ઘણા સમયથી લીક રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે. ઘણા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે Appleનો આ સસ્તો iPhone 2024માં લોન્ચ થશે. તે જ સમયે, આવા ઘણા અહેવાલો પણ સામે આવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે આ સસ્તા આઇફોનને આવતા વર્ષની શરૂઆતમાં રજૂ કરવામાં આવી શકે છે. આ iPhone SE 4માં 6.1 ઇંચની OLED ડિસ્પ્લે મળી શકે છે. સાથે જ ફોનના પાછળના ભાગમાં 48MPનો મુખ્ય કેમેરો આપવામાં આવશે.
Apple Vision Pro VR હેડસેટ તાજેતરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. Apple ટૂંક સમયમાં તેનું સસ્તું વર્ઝન લોન્ચ કરી શકે છે. તે જ સમયે, કંપનીના ફોલ્ડેબલ આઇફોન વિશે છેલ્લા ઘણા સમયથી લીક્સ સામે આવી રહ્યા છે. આ નવા લીક થયેલા રિપોર્ટ અનુસાર Appleનો આ ફોલ્ડેબલ iPhone 2026માં લોન્ચ થશે. તેમાં 8-ઇંચની મુખ્ય ફોલ્ડેબલ સ્ક્રીન અને 6-ઇંચની કવર સ્ક્રીન હશે.
Appleના OLED iPad Air વિશે વાત કરીએ તો તેમાં 10.9 ઇંચની ડિસ્પ્લે હોઈ શકે છે. આ સિવાય, Apple ટૂંક સમયમાં 16-ઇંચ અને 14-ઇંચની OLED સ્ક્રીન સાથે MacBooksની નવી પેઢી પણ રજૂ કરી શકે છે.