સોશિયલ મીડિયા સાઇટના યુઝર્સના વ્યક્તિગત માહિતીના દુરૂપયોગ વિશે કડક ટીકાઓથી આવી ઘટનાઓના પુનરાવર્તનને રોકવા માટેના હેતુથી ફેસબુકે પ્રાઇવસી ટૂલ અને સેટિંગના વિકલ્પો આપવામાં આવ્યા છે.ફેસબુકે તેની પ્રાઇવસી સેટિંગમાં મોટુ પરિવર્તન કર્યુ છે.
તેની મદદથી વપરાશકર્તા તે નક્કી કરશે કે તે ફેસબુક સાથે તેની માહિતી અને માહિતીને શેર કરવા માગે છે અેટલેકે હવે કોઈ પણ તમારી માહિતીનો વપરાશ તમારી પરમિશન હશે તો જ મેળવી શકશે.
સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક અે સમયે ચર્ચામાં અાવ્યુ જ્યારે ખબર પડીકે કરોડો વપરાશકારોનો ખુબજ અંગત ડેટા તેમની જાણ વીના લીક થયો હતો. કરોડો લોકો ફેસબુક સાથે જોડાયેલા છે અા ઘટનાના ખુબજ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. ફેસબુકને કડક અાલોચનાનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 2016માં ડોનાલ્ડ ટ્રમ્પના પ્રેસિડેન્ટ પદ માટે ચૂંટણીપ્રવાહ સંબંધિત એક બ્રિટીશ કંપનીએ કરોડો યુઝર્સની વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કર્યો હતો અા ઘટનાની ખુબજ નિંદા કરવામાં અાવી હતી.
ફેસબુકનો ઉપયોગ લગભગ બે અબજ લોકો કરે છે. ફેસબુકે હવે ડેટા લીક મામલે ફેસબુકે પ્રાઇવસી સેટિંગમાં કર્યુ મોટુ પરિવર્તન. અાનાથી વપરાશકર્તા ડેટા ચોરીનો ભોગ નહી બને.