BSNL 4G લોન્ચ તારીખ: ભારતમાં 5G સેવા શરૂ થઈ ગઈ છે. રિલાયન્સ જિયો અને એરટેલે ભારતના 65 થી વધુ શહેરોમાં તેમની 5G સેવા શરૂ કરી છે. Jio, Airtel અને Vodafone Idea ની 4G સર્વિસ ભારતમાં પહેલેથી જ રોલઆઉટ છે. પરંતુ BSNL હજુ પણ 3G સેવા આપી રહી છે. પરંતુ હવે તે જલ્દી જ પોતાની 4G સર્વિસ શરૂ કરવા જઈ રહી છે. કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે BSNL 2023ની શરૂઆતમાં 4G લોન્ચ કરશે. પરંતુ BSNL એ પુષ્ટિ કરી છે કે 4G લોન્ચને 2023 ના બીજા ભાગમાં આગળ ધકેલવામાં આવ્યું છે. તેમણે વિલંબ માટે કોઈ કારણ જણાવ્યું નથી.
BSNLની 5G સેવા ક્યારે શરૂ થશે?
કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે પહેલાથી જ પુષ્ટિ કરી છે કે BSNLનું 5G 2024માં લોન્ચ કરવામાં આવશે. પરંતુ હજુ સુધી 4જી સેવા શરૂ પણ થઈ નથી. તમને જણાવી દઈએ કે, BSNL લોકલ 4G સાધનોનો ઉપયોગ કરશે, જેના માટે તે તેજસ નેટવર્કની મદદ લઈ રહી છે. TCS સિસ્ટમ ઇન્ટિગ્રેટરની ભૂમિકા ભજવશે. તે જ સમયે, C-DOT BSNLને દેશી 4G શરૂ કરવામાં પણ મદદ કરશે.
લોન્ચિંગમાં વિલંબથી BSNLને નુકસાન થઈ શકે છે. તેની પાસે અત્યારે ગ્રાહકો વધારવાની ઘણી સારી તક છે. કારણ કે ઘણા ટેલિકોમ ઓપરેટરો તેમના ગ્રાહકો ગુમાવી રહ્યા છે. જો BSNL એ હવે 4G લોન્ચ કર્યું હોત તો તેને ઘણો ફાયદો થાત. પરંતુ લોન્ચિંગ આગળ ધપાવવામાં આવ્યું છે. ટેલકોએ ટ્વીટ કર્યું કે, “4G સેવા 2023ના બીજા ભાગમાં શરૂ કરવામાં આવશે.”