સ્માર્ટફોન કંપનીઓમાં ઘણીવાર બીજી કંપનીઓમાંથી ફિચર કોપી કરવાના આરોપો લાગતાં રહે છે. ફિચર કોપી કરનાર કંપનીઓમાં નવું નામ એપલનુંછે. બ્લૂમેલ બનાવનાર કંપની Blixએ આરોપ લગાવ્યો છે કે, એપલે iOS 13માં આપવામાં આવેલ ‘Sign in with Apple’ ફિચરને કોપી કર્યું છે. બ્લિક્સનો આોપ છે કે, એપલનું આ ફિચર તેના દ્વારા ફાઈલ કરવામાં આવેલ એક પેટન્ટથી ખાસ્સું મળતું આવે છે. એપલે આ ફિચરને સૌથી પહેલાં WWDC 2019માં રજૂ કર્યું હતું.
iOS 13ને ખાસ બનાવે છે આ ફિચર
iOS 13માં આપવામાં આવેલ આ ખાસ ફિચરની વાત છે કે, યુઝર્સ તેનાથી પોતાનું અસલી ઈમેઈલ આઈડી એન્ટર કર્યા વગર એપ્સમાં સાઈન ઈન કરી શકે છે. આ ફિચર યુઝર્સને એપલ આઈડીના મારફતે ફક્ત એક ટચથી એપ્સ કે સર્વિસ યુઝ કરવાની પરવાનગી આપે છે. તેમાં લોગઈનને ફેસ આઈડી કે ટચ આઈડીથી વેરિફાઈ કરવામાં આવે છે. તો જો કોઈ એપ વગર યુઝરના ઈમેઈલ વગર એક્સેસ નથી આપતું તો આ ફિચર યુઝરને એક ટેમ્પરરી આઈડી બનાવીને આપે છે.
Blix દ્વારા કોર્ટમાં કરાયો કેસ
બ્લિક્સે એપલની સામે અમેરિકાની એક કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. જેમાં તેણે કહ્યું છે કે, એપલે સાઈનઈન ફિચરને તેના ‘Share email’થી કોપી કર્યું છે. બ્લિક્સનું કહેવું છે કે, તેણે આ ટેક્નોલોજીની પેટન્ટ વર્ષ 2017માં કરાવી હતી.
અગાઉ પણ લગાવ્યા હતા ચોરીનાં આરોપ
પેટન્ટ ચોરી કરવાના ઉપરાંત બ્લિક્સે એપલ પર વધુ એક આરોપ લગાવ્યો હતો. બ્લિક્સનું કહેવું છે કે, એપલ પોતાના એપ સ્ટોર પર તેના ઈમેઈલ ક્લાઈટને દબાવી રહ્યો છે. એપલ સર્ચ રિઝલ્ટમાં તેની એપ્સને ટોપ પર નથી આવવા દેતો.
શું કરશે એપલ?
બ્લિક્સે એપલ પર પેટન્ટ કોપી કરવાથી થયેલ નુકસાનનું વળતર અને લિગલ ફી માગી છે. એપલે હજુ સુધી આ મામલે કાંઈપણ કહ્યું નથી. બ્લિક્સ દ્વારા લગાવવામાં આવેલ આરોપ જો સાચા નીકળશે અને એપલ તે ફિચર્સને આગળ ઉપયોગ કરવા ઈચ્છતું હશે, તો તેને બ્લિક્સને ભારે વળતર આપવું પડશે.