દર વર્ષે લાખો લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. ભારતમાં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવવાની સંખ્યા વિશ્વની સરેરાશ કરતા ઘણી વધારે છે. આ જ કારણ છે કે ભારત સરકાર દેશમાં વેચાતી કારને વધુ સિક્યોર બનાવવા પર ભાર આપી રહી છે. આ તમામ કસરતોમાં એરબેગ્સ સૌથી વધુ ચર્ચામાં છે. સરકાર તમામ કારમાં છ એરબેગ ફરજિયાત બનાવવા જઈ રહી છે.
બહારથી એરબેગ્સ ઇન્સ્ટોલ કરવી ઘાતક
એરબેગ્સ બધી કાર માટે અલગ-અલગ વિકસિત અને ડિઝાઇન કરવામાં આવતી હોય છે. જે કારમાં એરબેગ ફીટ કરવાની હોય છે તેના મોડલનું પ્રથમ ક્રેશ ટેસ્ટ ઘણી વખત કરવામાં આવે છે. આ રીતે એક્સિડન્ટની સ્થિતિમાં આવી કારની પ્રતિક્રિયા શું છે તે નક્કી કરવામાં આવે છે. સેન્સર અને એરબેગ સમાન પ્રતિભાવ અનુસાર મેપિંગ કરવામાં આવે છે. તમે બીજા મૉડલની એરબેગને બીજા મૉડલમાં ફિટ કરી શકતા નથી. આમ કરવાથી એરબેગ યોગ્ય રીતે કામ કરશે નહીં. એક્સિડન્ટના કિસ્સામાં, એરબેગ કાં તો ખુલશે નહીં અથવા તો એવું બની શકે છે કે તે બ્રેક માર્યા પછી જ ખુલશે, જે ખૂબ જ ખતરનાક અને ઘણા કિસ્સાઓમાં જીવલેણ સાબિત થઈ શકે છે.
કાર કરતાં વધુ ખર્ચ કરવો પડશે
આ બધું જાણ્યા પછી પણ જો તમે ઈચ્છો છો કે તમારી જૂની કારમાં એરબેગ લગાવવી જોઈએ, તો આ માટે એક ઉપાય છે. તમે તમારી જૂની કારમાં એરબેગ લગાવી શકો છો, પરંતુ એવું બની શકે છે કે આ એક એરબેગને ઇન્સ્ટોલ કરવાનો ખર્ચ તમારી કારની કિંમત કરતાં વધુ હોઈ શકે છે. તમે કારના જૂના સ્ટિયરિંગને બદલી શકો છો અને એવું સ્ટિયરિંગ મેળવી શકો છો, જેમાં એરબેગ ફીટ હોય. જોકે આ માત્ર કેટલીક કારમાં જ શક્ય છે. તેની કિંમતની વાત કરીએ તો તમારે 4 થી 5 લાખ રૂપિયા ખર્ચવા પડી શકે છે. આટલી મોટી રકમ ખર્ચ્યા પછી પણ તમને સુરક્ષાની ગેરંટી નહીં મળે, કારણ કે ઉપર અમે તમને જણાવ્યું છે કે દરેક મોડલમાં એરબેગ અલગ રીતે ડિઝાઇન કરવામાં આવતી હોય છે.