ડિજિટલ ઓડિયો પ્લેયર કારવાં બનાવવા વાળી કંપની સારેગામાએ નવો કારવાં 2.0 પ્લેયર લોન્ચ કર્યુ છે. તેમાં બ્લુટુથની સાથે wifi ક્નેક્ટિવિટી પણ આપવામાં આવી છે. જેની કિંમત 7990 રૂપિયા છે. બીજા ડિવાઇસની જેમ આમાં પણ પ્રી-લોડેડ સોન્ગ મળશે. કંપનીનુ કહેવુ છે કે આમાં 5000થી પણ વધુ સોન્ગ પ્રી-ઇન્સ્ટોલ છે. અને 150થી વધુ ડેલી અપડેટ wifi બેસ્ટ ઓડિયો સ્ટેશન પણ મળશે. જેથી યૂઝર્સ મ્યુજિક, ટોક શો, ભક્તિ સંગીત, બાળકો માટે કંટેટ અને બીજી કંટેટ એક્સેસ કરી શકાશે.
વાઇ-ફાઇ થી આવી રીતે થશે કનેક્ટ
આ ડિઝીટલ પ્લેયરમાં વાઇ-ફાઇ ઉપયાગ કરવા માટે સૌથી પહેલા એન્ડ્રોઇડ અથવા આઇઓએ એપ ફોનમાં ઇન્સ્ટોલ કરવુ પડશે. હવે એપ પર પ્લે ઓન કારવાંને સિલેક્ટ કરો. ત્યા તમને કારવાં ડિવાઇસનુ સીરિયલ નંબર પુછવામાં આવશે. જે ડિવાઇસની નીચે આપવામાં આવે છે. તેમને ડાઇલ કરી કનેક્ટ કરો. અને હવે બ્લુટુથને ઓન કરો. ફોનમાં કારવાં 2.0 ના નામનુ ડિવાઇસ દેખાશે તેમને સિલેક્ટ કરી કનેક્ટ કરો. હવે એપની સેટિંગમાં કનેક્ટ ટૂ વાઇ-ફાઇમાં જઇ ક્નેક્ટ કરો. અને હવે તમે વાઇ-ફાઇ સ્ટેશનને એક્સ્સ કરી શકશો.